વડાલી માર્કેટયાર્ડ ના ચેરમેન તરીકે વિજય પટેલ ની બિનહરીફ વરણી
વડાલી માર્કેટયાર્ડ ના ચેરમેન તરીકે વિજય પટેલ ની બિન હરીફ થઈ વરણી..
વડાલી માર્કેટયાર્ડ માં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ની બિનહરીફ વરણી જિલ્લા રજીસ્ટર ની હાજરી માં સમપ્પન થઈ.
વડાલી માર્કેટયાર્ડ માં એક માસ પહેલા 15 ડિરેક્ટરો ની ચૂંટણી થઈ હતી ત્યારે આજે જિલ્લા રજીસ્ટર ની હાજરી માં ચેરમેન તરીકે વિજય ભાઈ પટેલ ની બિનહરીફ વરણી કરવા માં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે ચંદુ ભાઈ પટેલ ની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.આજે બરાબર 12 વાગે માર્કેટયાર્ડ ના હોલ માં તમામ ડિરેક્ટરો ની હાજરી માં વિજય પટેલ ને ચેરમેન તરીકે જાહેર કરાયા હતા ત્યારે તે સમયે ઉપસ્થિત તમામ લોકો એ વિજય ભાઈ ની વરણી ને આવકારી હતી.આજ ની ચૂંટણી સમયે ચૂંટાયેલા તમામ સભ્યો ઉપરોત માર્કેટયાર્ડ ના પૂર્વ ચેરમેન જ્યંતી ભાઈ પટેલ તથા સાબરકાંઠા બેક ના ડિરેક્ટર અરવીદ ભાઈ પટેલ તથા કિસાન સંગ ના ઈશ્વર ભાઈ પટેલ તથા તાલુકા સંગ ના ચેરમેન પ્રવીણ ભાઈ પટેલ તથા વેપારી આગેવાન જનક પટેલ તથા માર્કેટયાર્ડ ના ડિરેક્ટર અને ભંડવાલ ગામ ના સરપંચ નરેશ ભાઈ પટેલ તથા ભાજપ ના આગેવાનો તમામ ડિરેક્ટરો અને સમર્થકો હાજર રહ્યા હતા.વિજય ભાઈ પટેલ નું ચેરમેન જાહેર થતા તમામ લોકો શુભેચ્છઓ આપવા માર્કેટયાર્ડ ખાતે આવ્યા હતા.ત્યારે નવ નિયુક્ત ચેરમેન વિજય ભાઈ એ જણાવ્યું હતું કે આવનાર સમય માં તમામ ડિરેક્ટરો વેપારીઓ સાથે મળી વડાલી માર્કેટયાર્ડ ને નવી ઉચ્ચાઈઓ પર પહોંચડીશું..
રિપોર્ટ:કિરણ ખાંટ ( વડાલી )