રાણપુર માં ટેક્ષપીન બેરીંગ લિમિટેડ પ્લાન્ટ-2 ખાતે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો

રાણપુર માં ટેક્ષપીન બેરીંગ લિમિટેડ પ્લાન્ટ-2 ખાતે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો
Spread the love

વિધ્વાન બ્રાહ્મણો મુખેથી મંત્રોચ્ચાર સાથે

રાણપુર શહેરમાં ટેક્ષપીન બેરીંગ લિમિટેડ પ્લાન્ટ-2 ખાતે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો..

આગેવાનો,મહેમાનો સહીત મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં જોડાયા

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ લિમિટેડ કે જેમા હજારો લોકો કામ કરી રહ્યા છે.ટેક્ષપીન બેરીગ લિમિટેડના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા ની પિતા-પુત્ર ની જોડીએ ઉદ્યોગ જગતમાં રાણપુર ની અલગ ઓળખ બનાવી છે.તેઓના રાત-દિવસ અથાગ પરીશ્રમ થી રાણપુર શહેરમાં ટેક્ષપીન બેરીંગ લિમિટેડ એ અનેક રેકોર્ડ કર્યા છે.ત્યારે રાણપુર શહેરમાં લિંબડી રોડ ઉપર આવેલ ટેક્ષપીન બેરીંગ લિમિટેડ પ્લાન્ટ-2 ખાતે નવી કોર્પોરેટ ઓફીસ ખાતે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો હતો.વિધ્વાન બ્રાહ્મણો દ્રારા મંત્રોચ્ચાર સાથે સવારે 9 કલાકે યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને સાંજે 4 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.આ નવચંડી યજ્ઞ માં રાજેન્દ્રભાઈ મકવાણા,હરીભાઈ મકવાણા,મિતેનભાઈ મકવાણા,લલિતભાઈ સોલંકી સહીત મકવામા પરીવારના સભ્યો તેમજ મહેમાનો,આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…

 

રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર

IMG-20211011-WA0053-1.jpg IMG-20211011-WA0051-2.jpg IMG-20211011-WA0054-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!