પાંચ દિવસથી માતાના પ્રેમથી વંચિત બે વર્ષની બાળકીને માતાના પ્રેમની હૂંફ અપાવતી કેશોદ ૧૮૧અભયમ્ મહિલા હેલ્પલાઈન
પાંચ દિવસથી માતાના પ્રેમથી વંચિત બે વર્ષની બાળકીને માતાના પ્રેમની હૂંફ અપાવતી કેશોદ ૧૮૧અભયમ્ મહિલા હેલ્પલાઈન
જૂનાગઢ : કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા પાંચ દિવસથી માતાના પ્રેમથી વંચિત બે વર્ષની બાળકીને માતાના પ્રેમની હૂંફ અપવામાં આવી હતી.
માંગરોળ તાલુકાના એક ગામમાં મહિલા સાત વર્ષ થી સાસરે આવી પોતાના પતિ સાથે સુખી જીવન જીવવાની શરૂઆત કરી હતી. પોતાના પરિવાર છોડી ને સાસરે આવેલ દરેક મહિલા અન્ય પરિવારની સભ્ય બની પોતાનો એક સુખી પરીવાર બનાવવા માટે સાસરીના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. ત્યારે આ મહિલા લગ્ન કરી સાત વર્ષથી તેમના પતિ સાથે રહેતી હતી. જેમાં છેલ્લા એક વર્ષથી પતિના,શારીરિક માનસિક ત્રાસ, શંકા અને સાસુ – સસરાના અપશબ્દોથી સાસરિયામા ઘરેલુ હિંસાથી પીડિત હતી.
પાંચ દિવસ પહેલા તેમના પતિએ ઝઘડો કર્યો હતો, ત્યારે બે વર્ષની બાળકીને જબરજસ્તી પોતાની પાસે રાખીને માતાના પ્રેમથી વંચિત કરી હતી. તેથી મહિલા તેમના પિયર જતી રહેલ અને મહિલાએ ૧૮૧માં ફોન કરી તેમની બે વર્ષની બાળકીનો કબ્જો અપાવવા મદદ માંગી હતી. કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ડાયબેન માવદીયા તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને મહિલાના પતિનુ કાઉન્સેલીંગ કરી સમાધાન કરી સાથે રહેવા સમજાવ્યા પરંતુ મહિલાના પતિ હાલ સમાધાન કરવા માંગતા ન હતા. તેથી બાળકીના ભવિષ્ય અંગે સમજણ આપીને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા.બે વર્ષની બાળકીને માતાના પ્રેમ અને હુફથી વંચિત ન રહે માટે બંને પક્ષનું કાઉન્સિલિંગ કરી રાજીખુશથી બાળકીનો હંગામી ધોરણે કબ્જો પીડિતાને અપાવ્યો હતો.
આમ, પાંચ દિવસથી માતાના પ્રેમ અને હૂફ થી વંચિત બે વર્ષની બાળકીને માતા સાથે મિલન કરાવ્યું અને મહિલા તથા તેના પતિ વચ્ચેની તકરારને દૂર કરવા તથા તેનું સાંસારિક જીવન ફરીથી સારી રીતે ચાલવા લાગે તેના માટે બંને ને લાંબા ગાળા ના કાઉન્સેલીંગ માટે કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યું હતું.