અંબાજી સહિતના યાત્રા ધામમાં કતલખાનાની ફરિયાદ માટે સરકાર ગંભીર

અંબાજી સહિતના યાત્રા ધામમાં કતલખાનાની ફરિયાદ માટે સરકાર ગંભીર
Spread the love

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ સાથે યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ યાત્રાધામના વિકાસ માટે સરકાર ગંભીરતાથી કામગીરી કરી રહી હોવાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દરેક યાત્રાધામમાં યાત્રાળુઓને નડતી મુશ્કેલી નિવારવા સરકાર કામગીરી કરી રહી છે. યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે સામુહિક પરિવહન પર વધુ ભાર મુકવામાં આવશે. પવિત્ર યાત્રાધામને 2008માં નોન વેજીટેીયન વિસ્તાર જાહેર કરાયું હોવા છતાં આ વિસ્તારમાં કતલખાના ચાલી રહ્યાં છે અને તેના કારણે શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે. માતાજીના સ્થાનકમાં જ કતલખાનું ચાલતું હોવાના પ્રશ્ન સાથે તેઓએ કહ્યું હતું કે, ટ્રસ્ટ સાથે આગામી 13મીએ બેઠક રાખવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને નડતી મુશ્કેલી તથા કતલખાના જેવી ફરિયાદ મુદ્દે સરકાર ગંભીરતાથી નિરાકરણ કરશે.

રીપોટ : સુનિલ ગાંજાવાલા
સુરત

IMG_20211011_172339.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!