વેરાવળમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પત્ની અને તેનાં પ્રેમીનાં ત્રાસ થી પગલું ભરી જીવન ટૂંકાવ્યું

વેરાવળમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પત્ની અને તેનાં પ્રેમીનાં ત્રાસ થી પગલું ભરી જીવન ટૂંકાવ્યું
Spread the love

વેરાવળમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત, પત્ની અને તેનાં પ્રેમીનાં ત્રાસ થી પગલું ભરી જીવન ટૂંકાવ્યું

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, ચોરવાડ ખાતે રહેતા રાજેશ હરિકસન સતભાયાના ભત્રીજા મૂળ વેરાવળનાં અને માળીયા (હાટીના) નાં લાડુડી ગામમાં શિક્ષક તરીકે નોકરી કરતાં વિપુલ જયેશભાઇ સાતભાયા (ઉં. વર્ષ:- ૩૫) નાં લગ્ન માળીયા (હાટીના) તાલુકાનાં નગીચારા ગામ ની યુવતી પૂર્વીબેન સાથે થયા હોઈ. વિપુલભાઈ ની પત્ની નો અન્ય ચેતન નામ નાં યુવક સાથે ઘણાં સમય થી પ્રેમ સંબધ હોઈ જેથી સમાજમાં બદનામી થયેલ હોઈ અને આ બંને લોકોના માનસિક ત્રાસ નાં લીધે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

વિપુલભાઈ નાં લગ્ન બાદ તેની પત્ની પૂર્વીબેનનો નજીકમાં જ રહેતા ચેતન નટવર લાલ નાંઢા સાથે લગ્નેતર પ્રેમ સંબંધ હોય અને બન્ને વિપુલને માનસીક દુઃખ ત્રાસ આપતા હોય અને આજથી ત્રણેક મહીના પહેલા પૂર્વી અને ચેતનને ઘરેથી રાત્રી વખતે પકડાયેલ હોય જેથી વિપુલની સમાજમાં ખુબ બદનામી થવાથી ટેન્શનમાં રહેતા હોય અને માનસીક ત્રાસથી કંટાળી મરવા મજબુર થઇ વેરાવળ અમૃત એપાર્ટમેન્ટમાં રહેતા હતા ત્યાં પોતાના ઘરે પંખા સાથે વાયરથી ગળે ફાંસો ખાઇ મરણ જતા બન્ને સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

રિપોર્ટ : પરાગ સંગતાણી
વેરાવળ

 

Advertisement
Right Click Disabled!