સુત્રાપાડા લોઢવા ગામના ખેડૂતો દ્વારા ખેતીપાક ના ભાવ માટે નવતર પહેલ

સુત્રાપાડા લોઢવા ગામના ખેડૂતો દ્વારા ખેતીપાક ના ભાવ માટે નવતર પહેલ
Spread the love

સુત્રાપાડા લોઢવા ગામના ખેડૂતો દ્વારા ખેતીપાક ના ભાવ માટે નવતર પહેલ

સુત્રાપાડા તાલુકાનાં લોઢવા ખેડૂત હિત સંગઠન સમિતિ દ્વારા સમગ્ર ગામના ખેડૂતોએ મળી એક મહત્વનો નિર્ણય લીધો.અને આવા નિર્ણય અન્ય ગામો પણ કરે એવું આહવાન કર્યું.

હાલ સમગ્ર વિસ્તારોમાં મગફળીનું ઉત્પાદન ચાલુ છે.અને અત્યારથી જ ખેડૂતોને મગફળીના ભાવો ને લઈ ને ભારે ચિંતા થઈ રહી છે.સરકાર તરફ થી ટેકાના ભાવ ૨૨ હજારની આજુબાજુ હાલ છે.પરંતુ હાલ એક ખેડૂત પોતાના ખેતરમાં મગફળી નું વાવેતર કરી અને ઉત્પાદન મેળવે ત્યાં સુધીમાં એક વીઘા દીઠ ૧૯૬૦૦ રૂપિયાની આસપાસ નો ખર્સો આવી જાય છે.અને સામે સ્થાનિક વેપારીઓ ૨૦હજાર ની આસપાસ ભાવ આપી રહ્યા છે.

જે બાબતે સુત્રાપાડા તાલુકાનાં લોઢવા ગામના બધા ખેડુતો અને આગેવાનોએ ભેગા થઈ ગામમાં એક મિટિંગ બોલાવી અને આ મિટિંગમાં જે વેપારીઓ મગફળીની ખરીદી કરે છે તેવા તમામ વેપારીઓ ને પણ બોલાવ્યા અને આ મિટિંગમાં એક ઠરાવ કરવામાં આવ્યો કે કોઈ પણ ખેડૂતે મગફળી ૨૨ હજારથી નીચેના ભાવે આપવાની નથી.અને જે કોઈ વેપારીએ લોઢવા ગામમાથી મગફળીની ખરીદી કરવી હોય તેમણે મગફળીના એક ખાંડી (400 કિ.ગ્રા.)ના ૨૨૦૦૦ ભાવ થી નીચે માંગવી નહીં.અને જે વેપારીને આ ભાવે મગફળી લેવી પોસાય નહીં તેમણે ગામમાં મગફળી ખરીદી કરવા આવવું નહીં. તેવો ઠરાવ સમગ્ર ગામે સાથે મળી કર્યો.અને સાથે સમગ્ર ગામના ખેડુતો એ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામોના ખેડૂતોને આહ્વાન કર્યું કે કોઈ પણ ખેડુતો એ ૨૨૦૦૦થી નીચેના ભાવે મગફળી આપવી નહી.અને જે નાના ખેડૂતોને રૂપિયાની જરૂર પડે તો થોડા દિવસ એક બીજાને મદદ કરી લેવી પણ ઓછા ભાવે મગફળી આપવી નહી.અને દરેક ગામોમાં જેમ લોઢવા ગામના ખેડુતો અને આગેવાનો એ ઠરાવ કર્યો એવિ રીતે જિલ્લાના તમામ ગામોમાં આવો ઠરાવ કરવામાં આવે.જેવી રીતે લોઢવા ગામના તમામ ખેડુતો,આગેવાનો અને યુવાનોએ સાથે મળી આવો નિર્ણય લીધો એવિ રીતે તમામ ગામોમાં આવું થશે તો ખેડૂતોને સારા ભાવો પણ મળશે અને એની મેહનત પ્રમાણે મગફળી ની કિમત મળશે.

આ બાબતે લોઢવા ગામના ખેડૂત સાથે વાત કરતાં એમણે જણાવ્યુ કે અત્યારે એક વિધામાં મગફળી ના વાવેતર થી ઉત્પાદન આવે ત્યાં સુધીમાં ૧૯૬૦૦ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે.જેમાં બિયારણ,ખાતર અને નીંદામણ ની મોઘવાળી આસમાને છે.અને સામે ખેડૂતોને મગફળી ના ભાવ ૨૦ હજાર થી પણ ઓછા મળે છે.

 

રિપોર્ટ : પરાગ સંગતાણી,
સુત્રાપાડા

Advertisement
Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!