મણાર ગામેથી દસેક મહિના પહેલા ગુમ થયેલ મહિલાને શોધી કાઢતી અલંગ પોલીસ

મણાર ગામેથી દસેક મહિના પહેલા ગુમ થયેલ મહિલાને શોધી કાઢતી અલંગ પોલીસ
Spread the love

મણાર ગામેથી દસેક મહિના પહેલા ગુમ થયેલ મહિલાને શોધી કાઢતી અલંગ પોલીસ

ભાવનગર રેન્જના મ્હે. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબશ્રી તથા ભાવનગર ના મ્હે. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબશ્રી, તથા મહુવાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.એચ.જાડેજા સાહેબશ્રી* નાઓએ ગુમ થનાર વ્યકિતઓ ને શોધવામાં માટેની સખ્ત સુચના કરેલ હોય. જે અંતર્ગત અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. એચ.વી.ગોહિલ તથા પો.કોન્સ. જામસંગભાઇ અજાભાઇ તથા કિશોરસિંહ ગોવુભા સરવૈયા તથા મહિલા પો.કોન્સ કૈલાશબેન લાધાભાઇ એ રીતે નાએ હકીકત મેળવી અલંગ પોલીસ સ્ટેશન ગુમ રજી. નં.૦૩/૨૦૨૧ તા.૨૪/૦૧/૨૦૨૧ ના કામની ગુમ થનાર મહિલા રીંકલબેન વા/ઓ કીશોરભાઇ ભગવાનભાઇ બારૈયા રહે.મણાર તા.તળાજા જિ.ભાવનગર વાળીને મોરબી ના કામધેનુ વિસ્તાર માંથી શોધી અલંગ પોલીસ સ્ટેશન લાવી તેના માતા પિતા ને સોંપી આપી માનવતાભર્યુ પ્રશંસનીય કામગીરી કરેલ છે.

આ સમગ્ર કાર્યવાહીમાં અલંગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.જી.પટેલ સાહેબશ્રીની સુચના મુજબ હેડ કોન્સ એચ.વી.ગોહિલ તથા પો.કોન્સ. જામસંગભાઇ અજાભાઇ તથા કિશોરસિંહ ગોવુભા સરવૈયા તથા મહિલા પો.કોન્સ કૈલાશબેન લાધાભાઇ જોડાયેલ હતા

રીપોર્ટ સતાર મેતર

Advertisement
Right Click Disabled!