સુરત થી સૌરાષ્ટ્ર જતાં પરિવારોની મુસાફરી સહેલી બનશે

સુરત થી સૌરાષ્ટ્ર જતાં પરિવારોની મુસાફરી સહેલી બનશે
Spread the love

ઘોઘાથી હજીરા રોરો ફેરી આજથી ફરી શરુ કરવામાં આવી રહી છે. છેલ્લા 4 મહિનાથી મેઈન્ટેનન્સના કારણે જે બંધ પડી હતી. જે જહાજ 24 જુલાઈએ વાર્ષિક મેઈન્ટેનન્સમાં મુકાયું હતુ. ત્યારે ચોમાસા બાદ આજથી ઘોઘાથી હજીરા રોરો ફેરી શરૂ થઈ છે. જે હજીરા થી ભાવનગર અને ભવનગર થી હજીરા રુટિંગ સમયે ફરી શરૂ કરવામાં આવી છે. જો કે ચોમાસામાં દરિયાઈ કરન્ટ ને લઈને રોરો ફેરી બંધ કરવામાં આવી હતી.
આજ થી રો રો ફેરી શરૂ થતાં દિવાળી સમયે મોટો ફાયદો થશે. ત્યારે દિવાળી તહેવારના સમયે સૌરાષ્ટ્ર જતા લોકોને સરળતા રહેશે.દિવાળી પૂર્વે જ રો-પેક્સ સેવા ફરી શરૂ થતાં લોકોને ઓછા સમયમાં ભાવનગર અને સુરત આવવા જવા માટે સમય બચત સાથેની સુવિધા મળશે. ઘોઘાથી બપોરે ૩ કલાકે પ્રથમ ફેરો થશે. અઢી માસ બાદ ફેરી સર્વિસ શરૂ થવાની હોવાથી પ્રારંભિક દિવસોમાં સંભવત્ ટ્રાફિક ઓછો મળશે. જો કે, દિવાળીના સમયમાં ફૂલ ટ્રાફિક રહેવાની ધારણાં છે. હાલ ટિકિટ બુકીંગ માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે નવેમ્બર માસનું બુકિંગ ૨૩મીથી ખુલશે તેમ કંપનીના આધિકારીત સૂત્રો પાસેથી જાણવા મળ્યુંછે.ઉલ્લેખનીયછેકે,ટ્વીનસિટીતરીકેઓળખાતાભાવનગર-સુરત વચ્ચે જળમાર્ગે કનેક્ટીવીટી વધારી અંતરઘટાડવાનાહેતુથીનવેમ્બર-૨૦૨૦થી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જે ઘોઘાથી હજીરાની રો-પેક્સ ફેરી સર્વિસને મળેલી જબ્બર સફળતા બાદ હવે સૌરાષ્ટ્રના નાગરિકોની સુવિધાર્થે ઘોઘા-દહેજ પેસેન્જર ફેરીની સુવિધા શરૂ કરવામાં આવી છે. પરંતુ ડ્રેનેજીંગની વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભાથયાછે.યોગ્યડ્રેનેજીંગનીઅવ્યવસ્થાના કારણે વારંવાર આ વ્યવસ્થા બંધ કરવી પડે છે.

રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20211019_162745.jpg

Advertisement
Right Click Disabled!