રાજકોટ ના મવડી રોડ અશોક ગાર્ડન પાસે આવેલ ગોલ્ડ પ્લેટીંગ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું
રાજકોટ ના મવડી રોડ અશોક ગાર્ડન પાસે આવેલ ગોલ્ડ પ્લેટીંગ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું.
રાજકોટ ના ગીતાનગરમાં રહેતા કારખાનેદાર હીમાંશુ મનહરલાલ જેણીયા ઉ.૪૬ નામના સોની યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં શકદાર તરીકે કારખાનામાં જ અગાઉ કામ કરતા ગૌરવ પ્રવિણ ખીમસુરીયા ઉ.૨૪ રહે. નવા થોરાળા શેરી-૨ માધવરાય સ્કુલ સામે રાજકોટ અને તેજશ ઉર્ફે ભૂરો ભરતભાઇ સારેસા ઉ.૨૦ રહે. સોહમનગર શેરી-૪ મોરબી રોડ રાજકોટ. નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી હીમાંશુ અને ભાગીદાર હેમેન્દ્ર પરમાર મવડી રોડ મણીનગરમાં યુનાઇરેડ સિટ્ટમ નામનું ગોલ્ડ પ્લેટીંગનું કારખાનુ ધરાવે છે. જેની એક ચાવી દિપકભાઇ પાસે અને બાકીના ચાવી બંજો ભાગીદાર પાસે રહે છે. મંગળવાર તા.૧૨-૧૦ના રાત્રે ૮ વાગ્યે કારખાનું બંધ કર્યા બાદ બુધવારે તા.૧૩-૧૦ના સવારે કારખાનુ ખોલવા જતા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરી કારખાનાના રવેશ પરનો દરવાજાની સ્ટોપર તોડી કારખાનામાં પ્રવેશ કર્યા બાદ મશીનનો લોક તોડી તેમાં રાખેલી રૂ.૩૬.૮૧૯૫૦ ની કિંમતની ૧ કિલો સોનાની પ્લેટ તેમજ કોમ્પ્યુટર મોનીટર, CPU, CCTV કેમેરા, DVR વજન કાંટો, પેન ડ્રાઇવ મળી કુલ-૩૭,૦૬,૯૫૦ ની માલમતા ઉઠાવી ગયા હતા. આ ચોરીમાં કોઇ જાણભેદુનો હાથ હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી કારણે ૧ કિલોની સોનાની પ્લેટ મશીનમાં કર્યા રાખવામાં આવી હોય તે જાણ ભેદુ અથવા કારીગરીને જ ખબર હોય એક સપ્તાહ સુધી તપાસ કર્યા બાદ અગાઉ કારખાનમાં કામ કરી ચૂકેલા ૨ શખ્સો સામે શંકા દર્શાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી બંન્ને શકદારોની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા બન્ને શખ્સો પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હતા અને ચોરીની કબુલાત આપી હતી. જયારે ચોરીનો મુદામાલ પોતાના જોડીદાર વિજય નામના શખ્સો પાસે હોવાનું જાણાવ્યુ હતું. જોકે વિજય ૩૬ લાખની સોના પ્લેટ લઇ ભુર્ગભમાં ઉતરી ગયો હતો. પોલીસની પૂછપરછમાં બંન્ને આરોપી ૧ વર્ષ પહેલા આ કારખાનામાં નોકરી કરતા હતા અને તેઓને સોનાની પ્લેટ કયા મશીનમાં કેવી રીતે રાખવામાં આવતી હતી અને તેને કેવી રીતે બહાર કાઢવાનું જાણતા હતા. એક સપ્તાહ પહેલા ત્રણેય આરોપીઓ ચોરી કરવા ઘુસીયા ત્યારે ગૌરવ અને તેજસે મશીનો લોક તોડી વેકયુમ બંધ કરી સરળતાથી એક કીલો સોનાની પ્લેટ કાઢી લીધી હતી. જયારે કોઇ રીઢા તસ્કરોએ ચોરી કરી હોય તે દેખાડવા માટે કારખાનામાં કોમ્પ્યુટર, મોનીટર, CPU, CCTV કેમેરા, DCR વજન કાંટો, પેન ડ્રાઇવ મળી કુલ-૩૭,૦૬,૯૫૦ ની માલમતાની ચોરી કરી હતી. આ બનાવની તપાસ માલવીયાનગરના P.I કે.એન.ભુકણ P.S.I વી.કે.ઝાલા, મસરીભાઇ, રોહીતભાઇ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.