પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જુગારધામ પર દરોડા પાડયા હતા

પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જુગારધામ પર દરોડા પાડયા હતા
Spread the love

સ્ટેટ મોનિટરીંગ સેલે ગત રોજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંત્તરે આવેલા નાનપુરા ડક્કા ઓવારા પર ઝુપડામાં ધમધમતા કુખ્યાત પ્રકાશ માછીના જુગારધામ પર દરોડા પાડયા હતા. પોલીસ ત્રાટકતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે વરલી મટકા અને પોપટ ચકલીનો જુગાર રમી રહેલા તમામ 13જુગારીઓને ઝડપી પાડી રોકડારૂ.23,950 ની મત્તા અને 10 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે જુગારધામ ચલાવનાર પ્રકાશ માછી ઉર્ફે પ્રકાશ ઉર્ફે પ્રકાશ મામા છોટુભાઇ કહારને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બિનવારસી હાલતમાં એક્ટીવા મોપેડ નં. જીજે-5 ડીએફ-5002,એક્સેસનં.જીજે-5એચટી-8363 કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંત્તરે આવેલા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકતાં અઠવાલાઇન્સ પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.

રીપોટ : સુનિલ ગાંજાવાલા
સુરત

IMG_20211023_094614.jpg

Advertisement
Right Click Disabled!