રાષ્‍ટ્રીય એકતા દિવસ થીમ પર ચિલ્‍ડ્રન પેઈન્‍ટીંગ વર્કશોપ યોજાશે

રાષ્‍ટ્રીય એકતા દિવસ થીમ પર ચિલ્‍ડ્રન પેઈન્‍ટીંગ વર્કશોપ યોજાશે
Spread the love

રાષ્‍ટ્રીય એકતા દિવસ થીમ પર ચિલ્‍ડ્રન પેઈન્‍ટીંગ વર્કશોપ યોજાશે

૬ થી ૧૪ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે

        જૂનાગઢ : જૂનાગઢ જિલ્‍લા યુવા વિકાસ અધિકારી દ્રારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત રાષ્‍ટ્રીય એકતા દિવસ થીમ પર ચિલ્‍ડ્રન પેઇન્‍ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

        આ હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે એક ચિલ્‍ડ્રન પેઇન્‍ટીંગ વર્કશોપનું આયોજન કરેલ છે. જેમાં ૬ થી ૧૪ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઈ શકશે. જે બાળકો આ પેઇન્‍ટીંગ વર્કશોપ ભાગ લેવા માંગતા હોય તેમને તા.૨૮/૧૦/૨૦૨૧ના રોજ બપોરના ૧૨ વાગ્‍યા સુધીમાં જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી, બ્‍લોક નં.૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે જરૂરી પુરાવા (આધારકાર્ડ) સાથે નોંધણી કરાવાની રહેશે. નોંધણી કરાવેલ બાળકોને વર્કશોપના સમય અને સ્‍થળની જાણ કરવામાં આવશે

Advertisement
Right Click Disabled!