જામકા ખાતે જિલ્‍લા કલેક્ટરશ્રી રચિત રાજની ઉપસ્‍થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જામકા ખાતે જિલ્‍લા કલેક્ટરશ્રી રચિત રાજની ઉપસ્‍થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Spread the love

જામકા ખાતે જિલ્‍લા કલેક્ટરશ્રી રચિત રાજની ઉપસ્‍થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

 જૂનાગઢ : જામકા ખાતે જિલ્‍લા કલેક્ટરશ્રી રચિત રાજની ઉપસ્‍થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામકા ઉપરાંત બગડુ, સેમરાળા, સાંખડાવદર, બાદલપુર અને પ્રભાતપુરના અરજદારોને જાતિ, આવકના દાખલા, રાશનકાર્ડ આધારકાર્ડ સહિતની ૪૫ સેવાઓ આપવામાં આવી હતી.

સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્‍લામાં આજથી સેવાસેતુના ૭ માં તબક્કાનો પ્રારંભ થયો છે. જિલ્‍લા કલેક્ટરશ્રી જામકા ખાતે ખાસ ઉપસ્‍થિત રહી લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢના પ્રાંત અધિકારી અંકિત પન્નુ, મામલતદારશ્રી અંટાળા સહિત સબંધિત અધિકારીઓ, જામકાના સરપંચ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

Advertisement
Right Click Disabled!