વેરાવળ સર્કિટ હાઉસ ખાતે ૯૦-સોમનાથ ના ધારાસભ્ય દ્વારા અર્બન હેલ્થ રોગી કલ્યાણ સમિતિની મિટિંગ યોજાઈ

વેરાવળ સર્કિટ હાઉસ ખાતે ૯૦-સોમનાથ ના ધારાસભ્ય દ્વારા અર્બન હેલ્થ રોગી કલ્યાણ સમિતિની મિટિંગ યોજાઈ
Spread the love

વેરાવળ સર્કિટ હાઉસ ખાતે ૯૦-સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા અર્બન હેલ્થ રોગી કલ્યાણ સમિતિની મિટિંગ યોજવામાં આવી

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા ની અધ્યક્ષતા માં સર્કિટ હાઉસ ખાતે અર્બન હેલ્થ રોગી કલ્યાણ સમિતિની મિટિંગ નું આયોજન કરવામાં આવેલ અને ધારાસભ્યશ્રી દ્વારા જણાવેલ કે વેરાવળ- પાટણ તેમજ ભીડીયા વિસ્તાર તથા તાલુકા ને સ્વચ્છ અને સુંદર અને રોગ મુક્ત બનાવવા માટે એજન્ડા નક્કી કરેલ, (૧) હાલમાં અર્બન સેન્ટર ખાતે કોવિડ વેક્સિનેશન ના શેસન કામગીરી માટે લોજિસ્ટ્રીક જરૂરિયાત જે જરૂરિયાત મુજબ ખરીદ કરવા બાબતે જણાવેલ (૨) હાલ કોરોના મહામારી માં વેરાવળ-પાટણ શહેરમાં અને અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં કોરોના કેસના સર્વેની કામગીરી ને પહોચી વળવા હાલ MPHW, FHW જેવા ફિલ્ડ કર્મચારી દ્વારા કોરોના દર્દી ને હોમ આઇસોલેશન કરેલ દર્દીની વિઝિટ ટેસ્ટીંગ વગેરે કામગીરી અને હાલ સરકારશ્રી દ્વારા કોરોના વેક્સિન આપવા માટેના સર્વે કામગીરી માટે સ્ટાફ અને ફિલ્ડ કર્મચારી માટે TRIPAL LAYER MASK, N95, SANITAIGER, PLASTIC APPOR, CAP, GLOVES, વગેરે વસ્તુની જરૂરિયાત રહેશે અને હાલમાં OPD કેસો ના પ્રમાણ માં વધારો હોય જેના માટે જરૂયાત મુજબ દવા અને સર્જીકલ વસ્તુઓ ની ખરીદ કરવા જણાવેલ, (૩) અર્બન હેલ્થ સેન્ટરો માં ઓફિસ ટેબલ, નાના અને મોટા ઓફિસ માટે કબાટ, રેંક, બાકડા વગેરે ફર્નિચર માટે બજેટ માથી જરૂરિયાત મુજબ ખરીદ કરવા જણાવેલ,(૪) અર્બન હેલ્થ સેન્ટરો માટે સ્ટેશનરી ની વસ્તુ, કોમ્પ્યુટર આઈટમ, સ્કેનર, પ્રિન્ટર વોલ, ફેન પેંપ્લેટ, બેનર, માઇક પ્રસાર જેવી જરૂરિયાત મુજબ ખરીદ કરવા જણાવેલ, (૫) અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા મમતા સેશન, અને તરૂણી દિવસનું આયોજન કરવા અને માતા, બાળકો, તરુણીઓ, વગેરે લાભાર્થીઓ ને લાભ આપવામાં આવે જેમાં મમતા સેશન અને તરૂણી દિવસ માટે જરૂયાત મુજબ લોજિસ્ટિક ની ખરીદ કરવા જણાવેલ અને માતૃમરણ, બાળમરણ, ભ્રૂણહત્યા તથા રોગચાળા જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરેલ હતી અને અર્બન હેલ્થ ઓફિસરો, આશા વર્કર બહેનો, હેલ્થ વર્કર બહેનો તથા સ્ટાફ દ્વારા આવી કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતી માં પોતાના જીવ ના જોખમે કોરોના દર્દીઓ ની સાર સંભાળ કરેલ અને ઘરે ઘરે જઈ વેક્સિનેશન કરાવેલ, લોક ઉપયોગ થયેલ આમ તમામ સેવાઓ ને ધારાસભ્ય દ્વારા બિરદાવેલ હતી, ત્યારબાદ વેરાવળ પાટણ ની પ્રજા ના આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ પૂરી પાડવા અર્બન સેન્ટરો ના તમામ સ્ટાફ ને આદેશ કરેલ હતો.
આ મિટિંગ દરમિયાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સાથે વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રભાઈ મોતીવરસ, ગીર સોમનાથ જિલ્લા માછીમાર સેલ પ્રમુખ અશ્વિનભાઈ સુયાણી, વેરાવળ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ હરુંભાઇ ચૌહાણ, વેરાવળ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલ, વેરાવળ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ મેર, હિતેશભાઇ સોલંકી, તથા અર્બન હેલ્થ ઓફિસરો અને સ્ટાફ હજાર રહેલ હતા.

 

 

રિપોર્ટ : પરાગ સંગતાણી,
વેરાવળ

Advertisement
Right Click Disabled!