સામાજિક કાર્યકર શબીરભાઈ સેલોતનો ઘાંટવડ ગામે જન સેવા કાર્યક્રમ

સામાજિક કાર્યકર શબીરભાઈ સેલોતનો ઘાંટવડ ગામે જન સેવા કાર્યક્રમ
Spread the love

સામાજિક કાર્યકર શબીરભાઈ સેલોતનો ઘાંટવડ ગામે જન સેવા કાર્યક્રમ

મુસ્લિમ એકતા મંચના સહયોગથી ઘાટવડ ગામમાં આયુષ્યમાન ભારતનો ત્રણ દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં સામાજિક અગ્રણી સબીરભાઈ સેલોત તેમજ મુસ્લીમ એકતા મંચ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડનો લોકો માટે હોસ્પિટલને જરૂરિયાત બીમારી જેવી કે કેન્સર જેવી ભયંકર બીમારી બ્લેક ફગસ ડેન્ગ્યુ તથા અનેક બીમારીઓનો ઈલાજ નિશુલ્ક આ કાર્ડ હેઠળ કરવામાં આવશે. આ કાર્ડ હેઠળ આંખના મોતીયા પછી પગના હાથના તથા શરીરના કોઈપણ અંગના ઓપરેશન આ કાર્ડ હેઠળ કરવામાં આવશે બીમારીઓ માટે આ કાર્ડ ખૂબ અગત્યનું હોય તે માટે ઘાટવડ ગામ માં કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ એકતા મંચના તાલુકા પ્રમુખ સબીરભાઈ સેલોત તથા કાર્યક્રમ ઇન્ચાર્જ ફારૂક ભાઈ સેલોત તથા સલાહકાર સચિવ હુસેનભાઇ સેલોત સક્રિય સભ્ય જીણાભાઇ મકરાણી તથા અમીન ભાઈ સેલોત તથા અલ્તાફ ભાઈ ધમરોટ તથા ઘાટવડ ના મુસ્લિમ સમાજના માણસોએ ખૂબ સપોર્ટ કર્યો અને કેમ્પને સફળ બનાવ્યો હતો ઘાટવડમાં નાત જાત વગર આ કેમ્પનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આવનારા આ કાર્ડ ખૂબ જરૂરી હોવાથી જે પણ ભાઈઓ કાર્ડ કઢાવવા બાકી હોય તે સબીર ભાઈ નો સંપર્ક કરી શકે છે તેનો મો.૯૮૨૪૮૮૪૭૮૬ ખરેખર આ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા થવો જોઈએ અથવા તો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતો હોય છે પણ આ અનોખો સેવા કાર્યક્રમ એક સંગઠન અને સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવે તે ખૂબ જ આદરલાયક પ્રવૃત્તિ ગણાવી શકાય. આ બાબત એક સામાજિક કાર્યકર સબીરભાઈ સેલોત ના ધ્યાને આવતા તેમના દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮૦૦ થી વધુ આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં આ મુજબની સેવાઓ ખૂબ જ અગત્યની ગણાવી શકાય…..

 

રિપોર્ટ : પારૂલ સોલંકી, 
કોડીનાર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!