ગુજરાતના સિંધી સમાજના વિધાર્થીઓનું આઈએએસ અને આઈપીએસ બનવાનું સ્વપ્ન થશે સાકાર

ગુજરાતના સિંધી સમાજના વિધાર્થીઓનું આઈએએસ અને આઈપીએસ બનવાનું સ્વપ્ન થશે સાકાર
Spread the love

ગુજરાતના સિંધી સમાજના વિધાર્થીઓનું આઈએએસ અને આઈપીએસ બનવાનું સ્વપ્ન થશે સાકાર

જૂનાગઢ રિયાસત પંચાયત વંડી ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ ગોવિંદ મેલવાણી અને નાગપુરની ઉદય એકેડેમી દ્રારા આગામી ૧૩મી નવેમ્બરે અમદાવાદ ખાતે માર્ગદર્શન: ૭૦ વિધાર્થીઓને સિલેકટ કરી તેમને વિનામૂલ્યે ટ્રેનિંગ અપાશે

સૌરાષ્ટ્ર્ર–ગુજરાતના સિંધી સમાજના વિધાર્થીઓ સિવિલ સર્વિસસ ની પરીક્ષા આપી સફળતા મેળવી આઈ.એ.એસ કે આઇપીએસ અધિકારીઓ બને તે માટે સિંધી અગ્રણી ગોવિંદભાઈ મેલવાણી અને નાગપુરની ઉદય એકેડમી દ્રારા ઝુંબેશ શ કરવામાં આવી છે જે અંતર્ગત આગામી તારીખ ૧૩ નવેમ્બરના રોજ છે. અમદાવાદ ખાતે રાયના તમામ વિધાર્થીઓ કે જેઓ યુપીએસસીની પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે કે જેવો આ પરીક્ષા આપવા માગતા હોય તેમની માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં તજજ્ઞો દ્રારા તેમને ઊભી થયેલી ગૂંચવણને દૂર કરવામાં આવશે અને બધા તમામ પરીક્ષાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે.

સિંધી સમાજના યુવાનો પણ હવે સ્પર્ધાત્મક પરીક્ષા આપીને તેમની ઝળહળતી કારકિર્દી બનાવી શકે તે માટે આ અભિયાન શ કરનાર જુનાગઢ રિયાસત પંચાયત ( વંડી ટ્રસ્ટ) ના કાર્યકારી પ્રમુખ ગોવિંદભાઈ મેલવાની કે જેવો બીએસએનએલના નિવૃત્ત અધિકારી છે તેમણે દીર્ઘદ્રષ્ટ્રિથી સિંધી સમાજની યુવા પેઢી માટે સ્વપન સેવ્યું છે. તેમના આ સપનાને સાકાર કરવામાં નાગપુરની ઉદય એકેડમી એ સાથ આપતા હવે આ સેમિનારમાં થી કે વિધાર્થીઓનો સિલેકશન હશે તેને એકેડમી દ્રારા નાગપુર ખાતે રહેવા જમવા ખાવા–પીવાની સુવિધા સાથે નિશુલ્ક પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવશે.

આ વિશે ગોવિંદભાઈ કહે છે કે વર્ષેા પહેલા માં સ્વપન હતું કે હત્પં સ્પર્ધાત્મક પરીક્ષા આપીને ઉચ્ચ અધિકારી ની કારકિર્દી બનાવું પરંતુ એ સમયે અમને કોઈ માર્ગદર્શન આપનાર હતું નહીં બસ ત્યારથી જ એક વિચાર હતો કે ભવિષ્યમાં જો મને તક અને મોકો મળશે તો યુવા પેઢી તેમના આ સ્વપનને સાકાર કરી શકે તે માટે હત્પં સીડી બનીશ.

એટલે ઉલ્લેખનીય છે કે, નાગપુર ખાતે આવેલી ઉદય એકેડમી માં ગોવિંદભાઈ મેલવાણી સૌરાષ્ટ્ર્ર રિજીયન ના પ્રેસિડેન્ટ છે. આ એકેડમીમાં પ્રેસિડેન્ટ ઘનશ્યામભાઈ કુકરેજા, વાઇસ પ્રેસિડન્ટ વિનકી ઘવાની, વંદના ખુશલાની, પ્રતાપ દેવાણી– જનરલ સેક્રેટરી, મનોજ મોરયાની – જોઇન્ટ સેક્રેટરી, કમલ મણવાની, ખજાનચી,સુનિલ જગ્યાસી,રાજેશ બતવાણી, મંજુ કુંગવાની, સંજય ધનરાજાની, અંકુશ દેવાણી, મહેશ ગવાલાની, અંકિત દેવાણી એકિઝકયુટિવ મેમ્બર તરીકે જોડાયેલા છે.

આ તકે પ્રમુખે અપીલ કરી છે કે સિંધી સમાજના યુવાનો અને યુવતીઓ તારીખ ૧૩ નવેમ્બરના શનિવાર અમદાવાદ ખાતે વાડજ રેડક્રોસ ખાતે યોજાનાર આ સેમિનારમાં ભાગ લે અને માર્ગદર્શન મેળવે. સેમિનારમાં ભાગ લેનાર વિધાર્થીઓમાંથી ૭૦ જેટલા વિધાર્થીઓની પસંદગી કરવામાં આવશે. તેમની પ્રાથમિક કસોટીમાંથી પસદં થયેલા વિધાર્થીઓ ના સિલેકશન પછી નાગપુર એકેડેમી દ્રારા તેમને વિનામૂલ્યે ટ્રેનિંગ આપવામાં આવશે. આ સેમીનારમાં ભાગ લેવા માટે વિધાર્થીઓએ પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે.જેના માટે ૯૪૨૭૪ ૧૧૭૭૭ અને નરેન્દ્ર ભાઈ ૯૪૨૭૩ ૬૮૫૩૩ પર સંપર્ક કરીને નામ લખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Right Click Disabled!