ખેડબ્રહ્મા તાલુકાના પાટડીયા થી પાથોરા ના નવા રસ્તાનું કામ પૂર્ણ.

ખેડબ્રહ્મા તાલુકાના પાટડીયા થી પાથોરા ના નવા રસ્તાનું કામ પૂર્ણ.
Spread the love

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાના પાટડીયા થી પાથોરા ના નવીન રસ્તાનું કામ પૂર્ણ.
ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારના પાટીયા થી પાચોરા ના રસ્તો બનાવવાનું કામ વર્ષોથી અધૂરું હતું
વર્ષો જૂની માગણી ગુજરાત સરકારે મંજુર કરી ડામર રોડ નું શુભ મુહૂર્ત અને રોડનું કામ શરૂ થતાં આ વિસ્તારમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
સ્થાનિક આગેવાનોની રજુઆતને આધારે બાડીયા નું તળાવ નાગબાઈ મંદિર થી વાડીયા ફળા થઈ દેવડા ફળા પાટડીયા કંપા સુધી નો રસ્તો અને પાટડીયા થી પાથોરા નો રસ્તો મંજૂર થતા ડામર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક આગેવાન શિવુભાઈ ગમાર દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેથી
રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા દ્વારા સરકારમાં રજૂઆત કરી પાટડીયા થી પાથોરા સુધીનો રોડ નું કામ મંજૂર કરવામાં આવ્યું હતું.
આ ડામર રોડના શુભ મુહૂર્ત માં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ,
સાબરકાંઠા જિલ્લા પંચાયત સિંચાઈ ચેરમેન હિતેન્દ્ર સિંહ ચૌહાણ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ મોદણબેન, સરપંચ નાગજીભાઈ બુબડીયા, અણદાભાઈ પરમાર અને શિવુભાઈ ગમાર તેમજ તે વિસ્તારના લોકો હાજર રહ્યા હતા
પાટડીયા થી પાદરા નો નવીન રોડ થતાં ત્યાંના રહીશોમાં આનંદની લાગણી છવાઈ હતી.
“સૌનો સાથ સૌનો વિકાસ”ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે.
તેવું રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા એ જણાવ્યું હતું

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!