કોઈ એક બે વાત કે ઘટના પરથી આપણે કોઈ પણ મહાપુરુષના સમગ્ર અસ્તિત્વ અને વ્યકિતત્વનો સાચો ક્યાસ કાઢી શકીએ ખરા?

કોઈ એક બે વાત કે ઘટના પરથી આપણે કોઈ પણ મહાપુરુષના સમગ્ર અસ્તિત્વ અને વ્યકિતત્વનો સાચો ક્યાસ કાઢી શકીએ ખરા?
Spread the love

સરદાર વલ્લભભાઈ પટેલ આ નામ બોલતા જ આપણું આખુ મોઢુ ભરાઈ જાય છે.
બચપણથી સરદાર નીડર હિમ્મતવાલા હતા. એક વખત સરદાર સાહેબને ગૂમડુ થયું હતું વેદ્યજી સરદાર નાના બાળક હોવાથી ગૂમડુ ફોડવા ગરમાગરમ સળિયો મુકતા ગભરાતા સરદારે પોતે પોતાના હાથે ગરમાગરમ સળિયો પોતાના ગુમડા પર ચાંપી દીધો.
સરદાર વકીલ હતા. એક વખતે કોઈ કેશમા સરદાર ભરચક કોર્ટમા દલીલ પેશ કરી રહ્યા હતા એક ભાઈએ આવી સરદારને એક તાર આપ્યો. સરદારે તાર વાંચી ખિસ્સામા મૂકી દીધો દલીલો ચાલુ રાખી પછી સાથીમિત્રોએ પૂછતા પોતાના ઘરમાં સ્વજનનું મૃત્યુ થવાની વાત કરી સરદારે જરા પણ વિચલિત થયા વગર પોતાની કામગી પુરી કરી
સરદાર સાદાઈ ત્યાગની મુરત હતા. તેમના અવસાન પછી તેમના પુત્રી મણીબેન જવાહરલાલ પાસે પેટીઓ લઇ આવ્યા. પેટીઓ જવાહરલાલ સામે મૂકી કહેવા લાગ્યા મારા પિતા આમા રૂપિયા મુકતા હતા જવાહરલાલે પેટીઓ ખોલાવી 45 લાખ રૂપિયા રોકડા હતા. સરદારના મૃત્યુ પછી તેમનું બેક બેલેન્સ માત્ર 248 રૂપિયા નીકળ્યું
સરદારે લોહીનુ એક પણ ટીપુ રેડયા વગર ભારતના 500 થી વધુ રજવાડાઓને જોડી અખડ ભારતનું નિર્માણ કર્યું
સરદાર મહાન હતા કે ગાંધીજી મહાન હતા એવી વાહિયાત દલીલો કરી આપણે બન્ને મહાનુભાવોનું અવમૂલ્યન કરી નાખીએ છીએ. કોઈ એક વાત કે ઘટના પરથી આપણે કોઈ મહાપુરુષોના સમગ્ર અસ્તિત્વ અને વ્યકિતવનો ક્યાસ કાઢી શકીએ ખરા.? તમામ મહાપુરુષોએ સમય સંજોગ હાલત જોઈ તેમને જે યોગ્ય લાગ્યું એ કર્યું છે જ.
આપણે માટે વધારે ગર્વની વાત છે કે સરદાર ગુજરાતી હતા. મોદી સરકારે વિશ્વની સૌથી ઉંચી સરદાર પ્રતિમા બનાવી આપણે બધાનુ માથુ ગર્વથી ફકરથી ઉંચુ કર્યું છે. એને માટે મોદીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. સરદાર ગાંધી બાપુ માત્ર કોઈ એક સમાજ પૂરતા મર્યાદિત નહોતા. વિશ્વવિભૂતિ હતા. તમામેતમામ ભારતીયોના લાડકા સન્માનીય નેતા હતા. તેમને માત્ર કોઈ એક સમાજના ચોકઠામા ફિટ કરી આપણે એમનું જાણ્યે અજાણ્યે અવમૂલ્યન કરી રહ્યા છે. એમનું માન મહત્વ મોભો ઘટાડી રહ્યા છે.
સરદાર સાહેબ આજે સમગ્ર વિશ્વને કેવડિયા ખાતેથી મંદ મંદ મુસ્કુરાઈને આશીર્વાદ આપી રહ્યા છે
જય સરદાર જય હિંદ વંદે માતરમ.

 

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Advertisement
Right Click Disabled!