જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ની હાજરીમાં પોલીસ અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ શથપ ગ્રહણ કરવામાં આવ્યા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ની હાજરીમાં પોલીસ અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ શથપ ગ્રહણ કરવામાં આવ્યા
Spread the love

તા. 31 ઓક્ટોબર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે તા. 30.10.2021 ના રોજ સવારે કલાક 11.00 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ ગ્રહણ કરવા જણાવવામાં આવેલ. જેથી આ અંગે દરેક કચેરીઓમાં સ્ટાફ સાથે કલાક 11.00 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ ગ્રહણ કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી…._

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી આજરોજ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેકશન અંગેની કામગીરીમાં પધારેલ હોઈ, ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે તેઓએ જાતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.ગઢવી, રીડર પીએસઆઇ આર.એ.જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કલાક 11.00 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ ગ્રહણ કરવામા આવેલ હતા….._

આ ઉપરાંત, જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ થાણા અમલદાર તથા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા, સ્વયંને સમર્પિત કરવા અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પોતાનું યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ લેવામાં આવેલ હતા…_

Advertisement
Right Click Disabled!