પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન ખાતે મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન

પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન ખાતે મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન
Spread the love

સુત્રાપાડા તાલુકા ના પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં તારીખ 18ને ગુરૂવાર ના રોજ સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન…

આવતા તમામ દર્દીઓને પોતાનું આધારકાર્ડ સાથે લાવવાનું છે..

સુત્રાપાડા તાલુકા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી ખાતે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ આગામી તારીખ 18 11 2021 ને ગુરૂવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરોતથા સ્ટાફ પોતાનુ યોગ્યદાન આપશે. આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ માં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આવનાર દર્દીઓને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા-પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે. દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત દરેક દર્દીને કોઇ પણ બીમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા પત્રકાર જાદવ ભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ મોબાઈલ નંબર 99 7 85 23182 પર સંપર્ક કરવા દર્દીઓને અનુરોધ કરાયો છે.

ખાસ નોંધ. આ કેમ્પમાં આવતાં તમામ દર્દીઓને માસ્ક પહેરવું, અને બે મીટરનું અંતર જાળવવા નું રહેશે અને સાથે આધારકાર્ડ લાવવાનું રહેશે.

 

રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ ગીર સોમનાથ

Advertisement
Right Click Disabled!