લાઠી તાલુકા ના શેખપીપરિયા ગુજરાત સરકાર આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ

લાઠી તાલુકા ના શેખપીપરિયા ગુજરાત સરકાર આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ
Spread the love

લાઠી તાલુકા ના શેખપીપરિયા ગુજરાત સરકાર આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ

લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે ગુજરાત સરકાર દ્વારા આયોજીત આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનુ આયોજન લાઠી વહીવટી તંત્ર દ્વારા ૧૫.૩૦ કલાકે કરવામાં આવેલ જે કાર્યક્રમમાં સરકારશ્રી દ્વારા લોકહિતાર્થે અમલમાં હોઇ તેવી તમામ યોજનાની સંપુર્ણ વિગતવાર માહીતી જીલ્લા પંચાયતની ચાવંડ બેઠક અંતર્ગત આવતા ૧૬ જેટલા ગામોના લોકોને વધુમાં વધુ લાભ મળી શકે અને લોકોને જીવનધોરણ ઉંચુ લાવી શકે તેવા હેતુથી રાજય સરકાર દ્વારા ડિઝીટલ માધ્યમથી આત્મનિર્ભર રથ વડે આપવામાં આવી.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજ્ના અંતર્ગત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકવિતરણ તેમજ પુર્વમંજુરી હુકમો એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે શ્રી જીતુભાઇ ડેર (ચેરમેનશ્રી,જિલ્લા આરોગ્ય સમિતિ,જિલ્લા પંચાયત-અમરેલી) તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સંજ્યભાઇ હિરપરા તેમજ કિરિટભાઇ સોરઠીયા,વી.જે ડેર (મામલતદારશ્રી),કાશ્મીરાબેન ભટ્ટ(CDPO-લાઠી),ડો.મુકેશ સિંઘ(મેડિકલ ઓફિસર-ચાવંડ),ડૉ.ખોડીદાસ શુકલા(મેડિકલ ઓફિસર,આર્યુવેદ-શેખપીપરીયા),આકાશ ચલોડીયા (વિસ્તરણ અધિકારી-બાંધકામ),અજયસિંહ ગોહિલ (બ્લોક કોર્ડીનેટર-ICDS-લાઠી),વિમલ જિણજા (બ્લોક કોર્ડીનેટર-ICDS-લાઠી)ની વિશેષ ઉપસ્થીતીમાં આ કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ.કાર્યક્રમની પુર્ણતા તરફ આગળ વધારતા સૌ મહાનુભાવો,પદાધિકારીઓ, અધિકારીઓ,કર્મચારીગણ તેમજ હાજર સૌ ગ્રામજનોએ સ્વછતા શપથ તેમજ વ્રુક્ષારોપણ તેમજ ખાતમુર્હુત કરી કાર્યક્રમને આભાર પ્રવચન બાદ પુર્ણ જાહેર કર્યો.સમગ્ર સંચાલન તેમજ સુચારુ આયોજન સરપંચશ્રી અન્સુયાબેન સંજયભાઇ ચોથાણી તેમજ રવિરાજસિંહ ચાવડા(ઇ.ચાર્જ ત.ક.મ-શેખપીપરીયા) દ્વારા કરવામાં આવ્યુ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211120-WA0035.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!