અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
Spread the love

અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સંકલનમાં ચર્ચાયેલ પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા કલેક્ટરની અધિકારીઓને સૂચના

બાકી વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરી ડેટા એન્ટ્રી કરવા તાકીદ

અમરેલી, તા. ૨૦ નવેમ્બર, અમરેલી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં જિલ્લાના લોકપ્રતિનિધિઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોના વિકાસલક્ષી કામોની સંકલન તથા ફરિયાદ સમિતિના પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રી સમક્ષ રજુ કરાવામાં આવ્યા હતા.

બેઠકની શરૂઆતમાં કલેક્ટરે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી એક થી વધુ વિભાગો સાથે સંકળાયેલ પ્રશ્નો બાબતે પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નો ઉકેલવા કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. તેઓએ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે જોવા પણ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

વધુમાં કલેક્ટરે સંકલનની બેઠકમાં ચર્ચાયેલ લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ બાકી વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરી તાત્કાલિક ડેટા એન્ટ્રી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, નાયબ વન સંરક્ષક સુશ્રી પ્રિયંકા ગેહલોત, ડીઆરડીએ નિયામક વિશાલ સક્સેના, નાયબ કલેકટર સી. કે. ઉંધાડ, નાયબ કલેક્ટર કે. એસ. ડાભી તેમજ પોલીસ, માર્ગ અને મકાન, પંચાયત અને આરોગ્ય જેવા વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા સંકલન અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

FB_IMG_1637418771702-1.jpg FB_IMG_1637418784971-2.jpg FB_IMG_1637418768110-0.jpg

Advertisement
Right Click Disabled!