હિંમતનગર: મતદાન મથકો પર ના બુથ પર સચિવ રૂપવંતસિહની સર પ્રાઇઝ વિઝીટ

હિંમતનગર: મતદાન મથકો પર ના બુથ પર સચિવ રૂપવંતસિહની સર પ્રાઇઝ વિઝીટ
Spread the love

હિંમતનગર: મતદાન મથકો પર ના બુથ પર સચિવ રૂપવંતસિહની સર પ્રાઇઝ વિઝીટ.

સાબરકાંઠા-અરવલ્લી જિલલામાં રોલ ઓબ્ઝર્વર રૂપવંતસિંહ સચિવ ઉધોગ અને ખાણ ખનિજ વિભાગે મતદાન મથક બુથ નંબરમાં બી.એલ.ઓ. દ્વારા કરાયેલી ચૂંટણીલક્ષી કામગીરીનું મુલાકાત લઇ નિરિક્ષણ કર્યું.

ફોર્મ નં. ૬,૬ક,૭,૮,૮કની બી.એલ.ઓ. દ્વારા મતદાન મથકમાં ફોર્મ ભરવાનું ફિઝીકલ અને ઓનલાઇન કામગીરીનું નિરીક્ષણ કરી થયેલી કામગીરીની શિક્ષકો પાસેથી માહિતી મેળવી હતી

સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝૂંબેશની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેમાં આ ફાર્મ ભરવાની આખરી તારીખ ૩૦ નવેમ્બર હોઇ સાબરકાંઠા –અરવલ્લી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુકત થયેલા અને ઉધોગ અને ખાણ ખનીજ વિભાગના સચિવ રૂપવંતસિંહ દ્વારા બંન્ને જિલ્લામાં પ્રાથમિક શાળાઓના મતદાન મથકોમાં બી.એલ.ઓ. દ્વારા ચૂંટણીલક્ષી ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીર ચાલી રહી છે. જેનું આજે રોલ ઓબ્ઝર્વરશ્રી દ્વારા ૨૭- હિંમતનગર વિધાનસભા અને ૩૩-પ્રાંતિજ તાલુકામાં ૫૩ મતદાન મથક નંબર પોગલું પ્રથમિક શાળા રૂમ નં. ૧ની રૂબરૂ મલાકાત લીધી હતી અને ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અને મુશ્કેલી અંગે વિગતો મેળવી હતી. અને જરૂરી સૂચનો કર્યા હતા. એજ રીતે ૨૭- હિંમતનગર વિધાનસભા મતક્ષેત્રના ગઢોડા નવી પ્રાથમિશાળા બુથ નં. ૨૧૫ની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને સર્વગ્રાહિ નિરીક્ષણ કર્યુ હતું આમ છ જેટલા બુથોની વિગતોનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર નયનાબેન પટેલ પ્રાતિજના પ્રાંત અધિકારી સોનલબેન પઢેરીયા, ખાણ ખનીજ વિભાગના વ્યાસ તથા સ્થાનિક મામલતદાર અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. અને જરૂરી ચૂંટણી લક્ષી કામગીરી અંગે રોલ ઓબ્ઝર્વરશ્રીને માહિતગાર કર્યા હતા.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Advertisement
Right Click Disabled!