હત્યાનાં ગુન્હામાપાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

હત્યાનાં ગુન્હામાપાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ
Spread the love

હત્યાનાં ગુન્હામાપાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા,શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ કેદીને પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.૧૮/૦૪/૨૦૧૫નાં રોજ ફરિયાદી મોહનભાઇ આંબાભાઇ મકવાણા રહે.કંજરડા રોડ,ખોડિયાર મંદિર પાસે,ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગરવાળાની દિકરી સોનલબેનની તેનાં પતિ આરોપી ભરતભાઇ ભીમજીભાઇ ચાવડા રહે.ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગરવાળાએ છરીઓનાં ઘા ઝીંકી હત્યા કરેલ. આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી ભરતભાઇ ભીમજીભાઇ ચાવડા રહે.ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગરવાળાની ધરપકડ કરવામાં આવેલ. જે અંગેનો કેસ નામ. સેશન્સ જજ સાહેબની કોર્ટ,ભાવનગરમાં ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલ.

આ ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં કેદી ભરતભાઇ ભીમજીભાઇ ચાવડા ઉ.વ.૫૭ રહે.ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગરવાળા ગઇ તા.૦૩/૧૧/૨૦૨૧ થી તા.૧૬/૧૧/૨૦૨૧ સુધી વચગાળાનાં જામીન પર મુકત થયેલ.જેઓને તા.૧૭/૧૧/૨૦૨૧નાં રોજ રાજકોટ મધ્યસ્થ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હોય.તેઓ સમયસર જીલ્લા જેલ ખાતે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ભાગતાં ફરતાં હતાં.

આજરોજ ભાવનગર,એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં અને વચગાળાનાં જામીન ઉપરથી ભાગી ગયેલ પાકા કામનાં કેદી ભરતભાઇ ભીમજીભાઇ ચાવડા રહે.ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગરવાળા ઘેટી ગામે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં ભરતભાઇ ભીમજીભાઇ ચાવડા ઉ.વ.૫૭ રહે.ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ. તેઓને હસ્તગત કરી ભાવનગર,એલ.સી.બી. ઓફિસ લાવી તેનો કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં તેઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં એ.એસ.આઇ. કિરીટભાઇ પંડયા,પો.હેડ.કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલવા તથા પો.કોન્સ. શકિતસિંહ સરવૈયા,જયદિપસિંહ ગોહિલ, બીજલભાઇ કરમટીયા વિગેરે માણસો જોડાયા હતાં.

રીપોર્ટ સતાર મેતર

Advertisement
Right Click Disabled!