કડી જેસીસનો 52મો શપથવિધિ સમારોહ સી.અેન આર્ટ્સ કોલેજ ખાતે યોજાઈ ગયો

કડી જેસીસનો 52મો શપથવિધિ સમારોહ સી.અેન આર્ટ્સ કોલેજ ખાતે યોજાઈ ગયો
Spread the love

કડી જેસીસનો 52મો શપથવિધિ સમારોહ સી.અેન આર્ટ્સ કોલેજ ખાતે યોજાઈ ગયો

કડી સી.એન.આર્ટસ & બી.ડી. કોમર્સ કોલેજના સાંસ્કૃતિક હોલ ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ, કડીનો 52મો શપથવિધિ સમારોહ યોજાઇ ગયો. કડી જેસીસના ઉત્સાહી અને ખૂબ જ સક્રિય સભ્ય જેસી JFM જતીન પટેલ (જે.પી.)ની વર્ષ ૨૦૨૧-૨૨ના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી તથા રાજા ઇન્ડસ્ટ્રીઝના શેઠશ્રી દિલીપભાઇ પટેલ, જેસીઆઇ ઇન્ડિયાના વાઇસ પ્રેસીડન્ટ જેસી ભુવન રાવલ, ઝોન સાતના ઝોન પ્રમુખ જેસી સમીર જાની, શપથવિધિ અધિકારી ઝોન વાઇસ પ્રેસીડન્ટ જેસી તુષાર સુવાગીયા તથા કડીની જુદી જુદી સંસ્થાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગત વર્ષના પ્રમુખ જેસી દેવાંશી આચાર્યે સૌનું સ્વાગત કરી તેમના વર્ષમાં થયેલા કાર્યક્રમોનો આંશિક અહેવાલ આપ્યો હતો. ગત વર્ષે કડી જેસીસે યોજેલ હરદ્વાર શ્રવણયાત્રાની ખાસ નોંધ લઇ અને ૭૫ વૃધ્ધ દાદા દાદીઓને નિ:શુલ્ક હરદ્વાર યાત્રામાં સહયોગી થનાર સૌ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
જેસી JFM જતીન પટેલે તેમના સ્વીકૃતિ પ્રવચનમાં તેમને ફરીથી પ્રમુખ બનાવાની તક મળી તે બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ તેમના પ્રમુખ વર્ષમાં સામાજિક, શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવા પ્રમુખની નિમણૂક બાદ તરત જ જેસી કલ્પેશભાઇ આચાર્યે જેસીઆઇ કડી દ્વારા સાથ સંગાથ નામના કલ્ચરલ ગ્રુપની જાહેરાત કરી હતી. કડી શહેરના નગરજનોને કડીમાં જ જુદા જુદા મનોરંજન કાર્યક્રમો માણવા મળે તે માટે તેની શરૂઆત આવનારા જાન્યુઆરી માસથી થનાર છે.
કાર્યક્રમમાં મહેમાનશ્રી દિલીપભાઇ શેઠે નવયુવાનોની સંસ્થા અને યુવાનોના સેવાકીય અભિગમને બીરદાવ્યો હતો. સમાજમાં એકબીજાનો ઉપયોગ કરવાને બદલે એકબીજાને ઉપયોગી થવા પર વિશેષ ભાર મુકી કડીની તમામ સેવાકીય સંસ્થાના કાર્યોને  પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. ઝોન પ્રમુખ જેસી સમીર જાની દ્વારા સમગ્ર ઝોન સાતમાં જેસીઆઇ કડીની આગવી ઓળખ દર્શાવી હતી અને જેસીઆઇ કડી ખૂબ જ શક્તિશાળી અને સક્રિય ચેપ્ટર છે તેમ જણાવ્યું હતું. મુખ્ય વક્તા જેસી ભુવન રાવલે જીવનના દરેક પાસાઓને આવરી લેતી સુંદર સ્પીચ આપી હતી. પારિવારીક, સામાજિક, આદ્યાત્મિક ઉન્નતિ માટે ભગવાન શ્રી કૃષ્ણ અને ઉધ્ધવ્જીના સુંદર ઉદાહરણ દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આભાર વિધિ સેક્રેટરી જેસી જીતેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી અને કાર્યક્રમનું સુંદર સંચાલન કડી જેસીસના પૂર્વ પ્રમુખ જેસી ડો. વિષ્ણુ પ્રજાપતિએ કર્યુ હતુ.

Advertisement
Right Click Disabled!