જૂનાગઢ જિલ્‍લામાં તા.૨૧ ડિસેમ્બર સુધી હથિયારબંધી

જૂનાગઢ જિલ્‍લામાં તા.૨૧ ડિસેમ્બર સુધી હથિયારબંધી
Spread the love

જૂનાગઢ જિલ્‍લામાં તા.૨૧ ડિસેમ્બર સુધી હથિયારબંધી

       જૂનાગઢ : જૂનાગઢ જિલ્‍લામાં  પ્રવર્તમાન સ્‍થિત સંદર્ભે કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સુલેહ  શાંતી જાળવવા  સારૂ તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે તાત્કાલીક અસરથી  ૨૧/૧૨/૨૦૨૧ સુધી સમગ્ર જિલ્‍લામાં અધિક જિલ્‍લા મેજસ્‍ટ્રેટશ્રી એલ.બી.બાભણીંયાએ એક આદેશ જારી કરી હથિયારબંધીનો આદેશ જારી કર્યો છે. જે અંતર્ગત કોઇપણ ઇસમે પોતાના પરવાના વાળા હથિયાર સાથે લઇને બહાર નિકળવું કે ફરવું નહીં. ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્‍પુ, લાઠી, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઇ ચીજો સાથે લઇ ઘર બહાર નીકળવું ફરવું નહીં.પથ્થરો અથવા બીજા શસ્‍ત્રી ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઇ જવા ,એકઠા કરવા તથા તૈયાર કરવા નહીં, વ્‍યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં.અપમાન કરવા અથવા જાહેર કરવાનાં ઈરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહીં. અસ્‍લીલ ગીતો ગાવા નહીં.જેનાથી સુરૂચીનો ભંગ થાય તેવુ ભાષણ કરવુ નહીં તેવા હાવભાવ કરવા નહીં,તેવી ચેષ્‍ટા કરવી નહીં,તથા ચિત્રો,પ્‍લેકાર્ડ અથવા બીજા પદાર્થ અથવા વસ્‍તુઓ કરવી નહીં

   આ આદેશ સરકારી ફરજમાં હોય,તથા ફરજ પર રોકાયેલ પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓએ કે જેઓના ફરજનાં ભાગરૂપે શસ્‍ત્રો રાખવાની પરવનાગી આપવામાં આવી હોય તેવી વ્‍યક્તી,શારીરીક અશકિતને કારણે લાકડી અથવા લાઠી લઇ ફરવુ જરૂરી હોય તે વ્‍યક્તી, ખેડુતો પોતાની ખેતિકામ માટે ખેતીના ઓઝારો લઇ જવામાં હાડમારી ના થાય તે અને રોજીંદા કામ કરી શકે તે આશયથી ખેડુતો પોતાનાં ઓઝારો ખેતીકામ માટે લઇ જતા હોય તેમને લાગુ પડશે નહિ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!