ઝઘડિયા જીઆઈડીસી ની અવાવરૂ જગ્યા એ રૂ.પોણા બે કરોડ ના દારૂ નો નાશ કરાયો

ઝઘડિયા જીઆઈડીસી ની અવાવરૂ જગ્યા એ રૂ.પોણા બે કરોડ ના દારૂ નો નાશ કરાયો
Spread the love

ઝઘડિયા જીઆઈડીસી ની અવાવરૂ જગ્યા એ રૂ.પોણા બે કરોડ ના દારૂ નો નાશ કરાયો.

રોડ રોલર ના તોતિંગ પૈડાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂ ની બોટલો પર ફરી વળ્યાં.

ઝઘડિયા વાલીયા અને નેત્રંગ તાલુકાના પાંચ પોલીસ સ્ટેશનો ઝઘડિયા,રાજપારડી, ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા એક વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા રૂ.પોણા બે કરોડ થી વધુ નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અને તેમાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા જે પ્રોહિબિશન કેસો કરવામાં આવ્યા અને તેનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કે જેની કોર્ટમાંથી નાશ કરવા માટે પરમિશન મેળવવામાં આવી હતી. ત્યાર બાદ ઝઘડિયા જીઆઈડીસી માં અવાવરૂ સ્થળ નક્કી કરી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂ.પોણા બે કરોડ થી વધુ ના દારૂ પર રોડ રોલર ના તોતિંગ પૈડાં ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Advertisement
Right Click Disabled!