જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય મળશે

જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય મળશે
Spread the love

જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય મળશે

વેબસાઇટ, તાલુકા મામલતદારહેલ્થ ઓફિસરની કચેરીએથી ફોર્મ મળી શકશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને એસડીઆરએફમાંથી સહાય આપવાની જોગવાઇ સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્‍લાના રહેવાસીઓએ આ સહાય મેળવવાની જોગવાઇનું નિયત ફોર્મ વેબસાઇટ, જૂનાગઢ જિલ્‍લાની તાલુકા મામલતદાર કચેરી, તાલુકા હે્લ્થ ઓફિસરથી મળી શકશે.

કોવિડ-૧૯ મહામારીમાં મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય આપવાની જોગવાઇ સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. આ સહાય એસડીઆરએફમાંથી મૃતકના વારસદારોને ચુકવવામાં આવશે. સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ નમુનાનું અરજી ફોર્મ જૂનાગઢ જિલ્‍લા કલેક્ટર કચેરી(ડિઝાસ્‍ટર) શાખા દ્વારા એનઆઇસીની વેબ સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. આ વેબસાઇટ  https://junagadh.nic.in/notification/  પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે.

        આ ઉપરાંત આ નિયત નમુનાનું ફોર્મ જૂનાગઢ જિલ્‍લાની તમામ તાલુકા મામલતદાર કચેરીમાંથી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરની કચેરીએથી પણ મળી શકશે અને સંબંધીત કચેરીમાં સંપૂર્ણ વિગતો સાથે ભરી રજૂ કરવા  નિવાસી અધિક કલેક્ટરશ્રી જૂનાગઢની  અખબારી યાદીમાં જણાવાયું છે.

Advertisement
Right Click Disabled!