બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં ૫૯૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૬૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે

ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં કુલ- ૧૮૪૩ મતદાન
મથકો પર કુલ- ૧૪,૮૦,૧૦૦ મતદારો મતદાન કરશે

રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૫૯૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૬૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.૧૯ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ યોજાશે. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૧૭૫૨ મતદાન મથકો પર અને પેટા ચૂંટણી ૯૧ મતદાન મથકો પર આમ કુલ-૧૮૪૩ મતદાન મથકો પર કુલ-૧૪,૮૦,૧૦૦ મતદારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરશે.
બનાસકાંઠા જિલ્લામાં કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જેની વિગત આ પ્રમાણે છે. પાલનપુર-૮૭, વડગામ-૭૧, દાંતા-૪૮, અમીરગઢ-૨૧, ડીસા-૮૪, કાંકરેજ-૫૫, દિયોદર-૨૯, લાખણી-૨૮, ધાનેરા-૨૨, દાંતીવાડા-૧૮, થરાદ-૬૨, વાવ-૨૩, સૂઇગામ-૧૯ અને ભાભર-૨૩ મળી કુલ-૫૯૦ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.
તેની સાથે ૬૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેની વિગત આ પ્રમાણે છે. પાલનપુર-૩, વડગામ-૫, દાંતા-૧, અમીરગઢ-૩, ડીસા-૮, કાંકરેજ-૫, દિયોદર-૪, લાખણી-૨, ધાનેરા-૧૦, દાંતીવાડા-૪, થરાદ-૨, વાવ-૬, સૂઇગામ-૪ અને ભાભર-૬ મળી કુલ-૬૩ ગ્રામ પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાશે. તેમ બનાસકાંઠા કલેકટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખા દ્વારા જણાવાયું છે.

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ
અ.નં. વિગત તારીખ
૧ ચૂંટણીની જાહેરાતની તારીખ ૨૨-૧૧-૨૦૨૧
૨ ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૯-૧૧-૨૦૨૧
૩ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૦૪-૧૨-૨૦૨૧
૪ ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની છેલ્લી તારીખ ૦૬-૧૨-૨૦૨૧
૫ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૦૭-૧૨-૨૦૨૧
૬ મતદાનની તારીખ તથા સમય ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી
૭ પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો) ૨૦-૧૨-૨૦૨૧
૮ મતગણતરીની તારીખ ૨૧-૧૨-૨૦૨૧
૯ ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ ૨૪-૧૨-૨૦૨૧

રિપોર્ટ : અમિત પટેલ

 

IMG-20211125-WA0042-0.jpg IMG-20211125-WA0041-1.jpg

Advertisement
Right Click Disabled!