ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીજા દિવસે ૧૪ કોપીકેસ થયા

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીજા દિવસે ૧૪ કોપીકેસ થયા
Spread the love

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીજા દિવસે ૧૪ કોપીકેસ થયા

બે સેશનમાં ૭૩ કેન્દ્રો  ઉપર કુલ ૨૧૮૩૯ વિદ્યાર્થીઓમાંથી ૪૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને તથા સરકારની ગાઈડલાઈન્સ મુજબ યુ.જી. સેમ-૫ તથા એલ.એલ.બી. સેમ-૫ (રેગ્યુલર તથા એક્સટર્નલ)ની ઓફલાઈન પરીક્ષામાં બીજા દિવસે બે સેશનમાં ૭૩  કેંદ્રો ઉપર કુલ ૨૧૮૩૯ વિદ્યાર્થીઓમાંથી ૪૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

પરીક્ષામાં ૧૪ કોપી કેસ કરવામાં આવ્યા હતા. જેમાં મેથ્સ, ઈકોનોમિક્સ, કેમેસ્ટ્રી, ગુજરાતી, સોશ્યોલોજી, અંગ્રેજીતથા સંસ્કૃત વિષયમાં કોપીકેસ થયા હતા. પોરબંદર ખાતે એક, વેરાવળ ખાતે એક, સુત્રાપાડા ખાતે એક, મેંદરડા ખાતે એક, જૂનાગઢ ખાતે છ તથા કોડીનાર ખાતે ચાર કોપીકેસ કરવામાં આવ્યા હતા. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર કુલપતિશ્રી પ્રો.ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ  અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટ ભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

Advertisement
Right Click Disabled!