ભાવનગર શિશુવિહાર ખાતે ૪૨૭ માં પ્રભુકુપા નેત્રયજ્ઞ માં ૧૨૮ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો 

ભાવનગર શિશુવિહાર ખાતે ૪૨૭ માં પ્રભુકુપા નેત્રયજ્ઞ માં ૧૨૮ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો 
Spread the love

ભાવનગર શિશુવિહાર ખાતે ૪૨૭ માં નેત્રયજ્ઞ માં ૧૨૮ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો

ભાવનગર શિશુવિહાર ખાતે ૧૨૮ જરૂરિયાતમંદ દર્દી ઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી ભાવનગરનાં શ્રી ઈલાબહેન સુરેન્દ્રભાઈ પંડયાના જન્મદિવસે શિશુવિહાર સંસ્થામાં ૪૬ મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો . તેમજ પદ્મશ્રી ડૉ.કે.એમ.આચાર્ય સાહેબ દ્વારા સ્વ . શ્રી માતુશ્રી ભાગીરથીબહેન મનસુખલાલ આચાર્યના સ્મરણાર્થે તથા સ્વ . સુરેન્દ્રરાય મણિશંકર ત્રિવેદીની સ્મૃતિમાં ૪૨૭ મો નેત્રયજ્ઞ તારીખ ૨૬ નવેમ્બરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હૉસ્પિટલનાં સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૨૮ દર્દી ઓની આંખ તપાસ ડૉ . શ્રી સંતોષ સાહેબની ટીમ દ્વારા કરવામાં આવી . જે તમામને શિશુવિહાર પરિસરમાં સવારે ચા – નાસ્તો અને બપોરે બાદ ભોજનબાદ કેદ્રેક સર્જરી માટે ૨૦ દરદીઓને એટેન્ડન સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા . જ્યારે બીજા ૨૦ દરદીઓ એટેન્ડન સાથે તા .૨૯ સોમવારે વીરનગરમાં લઈ જવામાં આવનાર છે . શિયાળાની ઋતુમાં ગરીબ દરદીઓની રાહત માટે પદ્મશ્રી ડૉ . આચાર્ય સાહેબ દ્વારા તમામને સોલાપુરી ચાદર ભેટ સ્વરૂપે આપવામાં આવેલ . દરદી દેવો ભવઃ ની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાનાં તમામ કાર્યકરોએ સેવા આપી હતી .

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211126-WA0016.jpg

Advertisement
Right Click Disabled!