મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા ડો.આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા ડો.આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
Spread the love

મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા ડો.આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સમતા ફાઉન્ડેશન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચાલતા નિશુલ્ક ક્લાસીસ દ્વારા 26 નવેમ્બર સંવિધાન દિવસ અનુસંધાને સંવિધાન દિવસની ક્લાસીસમાં ઉજવણી કરવામાં આવી હતી તેમજ મોરબીમાં ગાંધી ચોક ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી. સમતા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા આમુખનું વાંચન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાહુલભાઈ સોલંકી, હરેશભાઈ ચૌહાણ, સાવનભાઈ વાઘેલા, કૌશિકભાઈ પરમાર, ધર્મેશભાઈ મકવાણા, હેતલબેન જાદવ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ આ પ્રસંગે મોરબી તાલુકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયા હાજર રહેલ હતા. જેમનું સમતા ફાઉન્ડેશન દ્વારા મોમેન્ટો અને છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : જયેશ બોખાણી

IMG-20211127-WA0016-1.jpg IMG-20211127-WA0017-0.jpg

Advertisement
Right Click Disabled!