મળવા જેવા મુઠ્ઠી ઊંચેરા માનવી ગટુભાઈ મીરાણી….

મળવા જેવા મુઠ્ઠી ઊંચેરા માનવી ગટુભાઈ મીરાણી….
Spread the love

મળવા જેવા મુઠ્ઠી ઊંચેરા માનવી ગટુભાઈ મીરાણી….

તંદુરસ્તી એમના હાથમાં અનુભવનું ભાથું બાંધી એંસી નો દાયકો વટાવી ચૂકેલા મારા પિતાશ્રી સ્વ. ડૉ પ્રભુદાસવભાઈ વસાણી ના પરમ ચાહક મિત્ર મહાનુભાવ ગટુભાઈ મીરાણી ને સાદર વંદન કરતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ
વડીયા ની ભૂમિ માં આળોટી, સુરવા નદી માં ધુબાકા મારી, સુરવા નું પાણી પી ને, આઝાદી ની લડતો ની વાતો ના સાક્ષી, રાજાશાહી અને લોકશાહી બન્ને ના સાક્ષી મુઠ્ઠી ઊંચેરા મળવા જેવા માનવી સર્વ શ્રી ગટુભાઇ મિરાણી સાહેબ ને એક વખત તો મળવું જ રહ્યું ખુબજ તંદુરસ્ત રાજકીય વિચારધારા ધરાવતા વડીયા ના પાયા ના મોભી અને રાજકારણી, સાચા અર્થના સમાજ સેવક ગ્રામ પંચાયત થી માંડી ને જિલ્લા પંચાયત સુધી નું દ્વારા ખટખટાવી ઉત્તમ પદાધિકારી નું બિરૂદ પામી સમાજ નાં હદયમાં સ્થાન મેળવી નિવૃત્ત જીવન ની પળો ને ભલભલા ને ઈર્ષા આવે એ રીતે માણી રહ્યા છે, અદભૂત જીવન, લોહાણા મહાજન થી મહાપરિસદ સુધી ની શુભ યાત્રા, આજ ભૂતકાળ ના સંભારણા ને વાગોળતાં એકદમ મઝા નું જીવન ની મઝા પ્રપૌત્ર અને પરિવાર સાથે લઈ રહ્યા છે, નાના સાથે નાના અને મોટા સાથે મોટા, મારા પપ્પા ના મિત્ર પણ મારી સાથે બેઠા હોય ત્યારે મને મારા મિત્ર પણ લાગે, સમય આવ્યે વડીલ થઈ યોગ્ય માર્ગદર્શક બની જાય, મોટા પરિવાર ને એક સૂત્ર થી બાંધી રાખનાર, આજ પણ એના માતુશ્રી, પિતાશ્રી હૈયાત નથી પણ એનું નામ કે ચર્ચા વખતે આંખ નીચી રાખી વાત કરનાર માતા, પિતા, વડીલ, ગુરુ, પરિવાર ને આદર આપતા શીખવો હોય તો ગટુભાઈ ને મળવું જ રહ્યું, હમેશા માન, મર્યાદા રાખનાર પણ પણ જરૂર પડે કોઈ દિવસ પાછીપાની ન કરનાર અને મોઢે મોઢ કહી પોતાનું બગાડી બીજાનું ભલું કરવું અે જ સિદ્ધાંત, જેટલા છાપા ગામ માં આવે અે બધા વાંચવા ના પુસ્તક પ્રેમી અે બધા ને કહે જેના ઘર માં સારા પુસ્તકો ન હોય ત્યાં દીકરી દેવી નહિ અને લેવી પણ નહિ એટલા સરસ્વતી ના ઉપાસક, મૂળ કચ્છ આઘોઈ કણકોઠ એમના વડવા ઓ આવી અહી વસ્યાં, કણકોઠ ડુંગર પર કચરાભગત મીરાણી ની દુકાને બેસી ભગવાન સ્વામીનારાયણે રીંગણા વેચેલ અે ઇતિહાસ છે અે પરિવાર મા થી શ્રી ગટુભાઈ નો પરિવાર છે અે વિશેષ ગૌરવ ની વાત છે. એંસી વરસ ની ઉંમરે તેઓ દરરોજ યોગ, પ્રાણાયામ અને દરરોજ ૮-૧૦ કિ.મી. ચાલે છે, તંદુરસ્તી તમારા હાથમાં, એ સુત્ર ને સાર્થક કરેલ છે, વડીયા ની ગૌશાળા અને કન્યા શાળા આ વડીલો સેવા આપે છે, સમાજ સેવા સાથે ધર્મ પારાયણ એટલાજ પ્રતિ વર્ષ કુળદેવી ના દર્શને કચ્છ આઘોઇ જવું અને કુળદેવતા દરિયાલાલ ના દર્શને જોડિયા પણ જવું અને સાથે પરિવાર ને પણ એ રાહ પર રાખેલ છે. બેનો દીકરીઓ ને આદર આપનાર વહુ ને વહુ નહિ પણ દીકરી બનાવી ને રાખનાર અમે આપ પર ગૌરવ અનુભવીએ છીએ, આપ ને અમો પામ્યા અે અમારા માટે પણ ગૌરવ છે…
ડૉ યોગેશ વસાણી
અમરનગર

રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20211127-WA0047.jpg

Advertisement
Right Click Disabled!