સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાંચ-દિવસીય ઓનલાઇન તાલિમ પ્રોગ્રામની પૂર્ણાહુતિ

સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાંચ-દિવસીય ઓનલાઇન તાલિમ પ્રોગ્રામની પૂર્ણાહુતિ
Spread the love

ડૉ. એસ. એન્ડ એસ એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ ના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાંચ-દિવસીય ઓનલાઇન તાલિમ પ્રોગ્રામની પૂર્ણાહુતિ

સુરત ની ડો. એસ એન્ડ એસ એસ ગાંધી સરકારી ઇજનેરી કોલેજનાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા GUJCOST (Department of Science and Technology), Gandhinagar અને Directorate of Technical Education (DTE), Gandhinagar approved પાંચ દિવસીય વર્ચ્યુઅલ તાલીમ પ્રોગ્રામ “Advances in Soft Computing Techniques in Civil Engineering (ASCTCE – 2021)” વિષય પર આયોજન તા. ૨૨ થી ૨૬ નવેમ્બર ૨૦૨૧ નાં રોજ કરવામાં આવ્યું હતું. આ ડિજિટલ પ્રોગ્રામ માં અલગ અલગ કોલેજ નાં ઈજનેરી નાં પ્રાધ્યાપકો, રીસર્ચ સ્કોલર, માસ્ટર કરતા વિધાર્થીઓ ભાગ લેશે. જેમાં Soft computing Techniques, ANN અને તેની ઉપયોગીતા, ફઝી લોજીક અને તેની ઉપયોગીતા, જિનેટિક અલ્ગોરિધમ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવ્યું. જેમાં ૨૭ જેટલા વ્યક્તિઓ એ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ વિષયો અને મુદ્દાઓ પર ૧૩ જેટલા તજજ્ઞો તેમના વક્તવ્ય આપ્યું હતું. જેમાં Dr Hazi Azamathulla (Professor, University of West Indies) હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સની આસપાસ સ્કોરની આગાહી કરવા માટે સોફ્ટ કમ્પ્યુટિંગ પર, Prof. Darshan Mehta (Assistant Professor, DGGEC, Surat) ફ્લડ મોડેલિંગ માટે હાઇડ્રોડાયનેમિક મોડલ HEC-RAS નો ઉપયોગ પર, Dr Vijendra Kumar (Assistant Professor, G H Raisoni College, Wagholi, Pune) વોટર રિસોર્સ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં AI-આધારિત શોધ એપ્લિકેશન પર, Dr Pradip Gundaliya (Professor, LDCE, Ahmedabad) સિવિલ એન્જિનિયરિંગમાં GA અને CAની એપ્લિકેશન પર, Dr Shreenivas Londhe (Professor, VIIT, Pune) ઓશન એન્જિનિયરિંગમાં ANN ની એપ્લિકેશન પર, Dr D Nageshkumar (Professor, IISC, Bangalore) શ્રેષ્ઠ જળાશય કામગીરી માટે આનુવંશિક અલ્ગોરિધમ્સ અને એપ્લિકેશન્સ પર, Dr Sanjay Yadav (Professor, SVNIT, Surat) રિસર્વોયર ઓપરેશન મૉડેલિંગ with Fuzzy લોજિક, Prof. Amit Patel (Assistant Professor, DGGEC, Surat) નુમેરિકલ મેથડ્સ MATLAB પર, Prof. Ishak Sheikh (Assistant Professor, GEC, Dahod) MATLAB ની એન્જિનિયરિંગ માં ઉપયોગિતા પર, Dr Ashish Dhamaniya (Associate Professor, SVNIT, Surat) ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં જીઆઈએસ એપ્લિકેશન પર, Dr Pinakin Patel (Assistant Professor, BVM College, Vallabh Vidyanagar) AutoCAD સિવિલ 3D નો ઉપયોગ કરીને હાઇવે ભૌમિતિક ડિઝાઇનની ઝાંખી પર, Dr Haresh Golakiya (Assistant Professor, DGGEC, Surat) ઑરિજિન પ્રોની એપ્લિકેશન: આંકડાકીય ડેટા પ્લોટિંગ માટેનું એક સાધન વગેરે ની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ નાં છેલ્લા દિવસે પૂર્ણાહુતિ સમારોહ રાખવા માં આવેલ હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે Dr. Nilay Bhuptani (Principal, VGEC, Chandkheda) ઓનલાઇન માધ્યમ થી હાજર રહ્યા હતા. તેમણે બધા આયોજકો અને પ્રતિસ્પર્ધીઓ ને સફળ પ્રોગ્રામ બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રોગ્રામનુ સમગ્ર સંચાલન સિવિલ એન્જિનિયરિંગ નાં Prof Darshan Mehta અને Prof Haresh Golakiya દ્વારા convener Dr Sahita Waikhom પ્રિન્સીપાલ Dr. Vijay Dhiman ના માર્ગદર્શન હેથળ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Advertisement
Right Click Disabled!