કડી તાલુકાના રાજપુર પાસે મૃત હાલત માં દીપડો મળી આવતા તંત્ર દોડતું થયું 15 વર્ષ માં આવી પ્રથમ ઘટના
કડી તાલુકાના રાજપુર પાસે મૃત હાલત માં દીપડો મળી આવતા તંત્ર દોડતું થયું 15 વર્ષ માં આવી પ્રથમ ઘટના
– દીપડા ની ઉંમર આશરે દોઢ થી બે વર્ષ
– રોડ ની સાઈડ માં મૃત હાલત માં મળી આવ્યો દીપડો
કડીના રાજપુર ગામ થી થોડે આગળ ચાંદાસના ગામ ના પાટિયા પાસે આજે રોડ ની સાઈડ માં મૃત હાલત માં દીપડો મળી આવતા આસપાસ ના લોકો ચોકી ઉઠ્યા હતા હદમાં ફોરેસ્ટ વિભાગ કડી વાઈલ્ડ લાઈફ અને તંત્ર ને જાણ કરતા તંત્ર તપાસ માટે હાલમાં દોડતું થયું છે
કડીના રાજપુર પાસે આવેલ ટોરેન્ટ કંપની થી આગળ ચડાસણા ના પાટિયા પાસે આજે સવારે 8 કલાકે ટોલ ટેક્સ ની રૂટ પેટ્રોલિંગ ની ગાડી પસાર થતી હતી એ દરમિયાન રોડની સાઈડમાં એક મૃત દીપડો મળી આવ્યો હતો ટોલટેકસના કર્મચારીઓએ નંદાસણ ફોરેસ્ટ ટીમને સમગ્ર મામલે જાણ કરી હતી ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી
ઘટના ની જાણ આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જોકે હાલમાં નંદાસણ પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને થોળ વાઈલ્ડલાઈફના અધિકારી એસ. કે.પટેલ ,નંદાસણ ફોરેસ્ટ અધિકારી આઈ.વાય બહેલીમ
તપાસનો દોર શરૂ કર્યો છે ફોરેસ્ટ ના એક અધિકારી ના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક માં દીપડા નું મોત અકસ્માત થી થયું હોય તેમ લાગી રહ્યું છે જોકે રોડ પર લોહી ના નિશાન મળી આવ્યા છે અને દીપડા ના દાંત,અને નખ પણ સહી સલામત જોવા મળી રહ્યા છે
વધુ માં જણાવ્યું હતું કે આ પ્રકારે દીપડો આ વિસ્તાર માં ક્યાંથી અને કેવી રીતે આવ્યો એ તપાસ ચાલુ છે હાલ માં આસપાસ ના cctv તપાસ કરી રહ્યા છીએ અને કડી અને મહેસાણા જિલ્લા માં આવી 15 વર્ષ માં પ્રથમ ઘટના છે જ્યાં દીપડો મૃત હાલત માં મળી આવ્યો છે
હાલ માં ઘટના સ્થળ ના ફોટોગ્રાફ્સ લીધા બાદ અને પીએમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકશે હાલ માં આ મામલે ત્રણ ટિમો તપાસ કરી રહી છે જેમાં વાઈલ્ડ લાઈફ કડી, વિસ્તરણ રેન્જ મહેસાણા અને કલોલ rfo ની મદદ થી તપાસ ચાલુ કરી છે
જોકે તપાસ નો વિષય એ છે કે નંદાસણ પંથમાં દીપડો એકાએક આવ્યો ક્યાંથી અને મૃત દીપડા ની ઉંમર હાલમાં અંદાજે બે વર્ષ ની જણાઈ આવે છે તો તેની સાથે અન્ય દીપડા હાલ માં ક્યાં વિસ્તારમાં ફરી રહ્યા છે અને જો રાત્રી દરમિયાન દીપડો આ પ્રકારે ખુલ્લેઆમ ફરી રહ્યો છે તો આસપાસ ના ગામડાઓ માં અન્ય દીપડા છે કે નહીં એ તપાસ નો વિષય બન્યો છે
વધુમાં ફોરેસ્ટ અધિકારી આઇ.વાય બહેલીમે જણાવ્યું હતું કે હાલ કડી તાલુકા અને નંદાસણના આજુબાજુના ગામડાઓ તથા ચેક કર્યો અને ખેતરોમાં ૩ અલગ અલગ ટીમો બનાવીને તપાસ ચાલી રહી છે તથા મહેસાણા હાઈવે ઉપરના સીસીટીવી કૅમેરા ની તપાસ ચાલુ છે