રાજકોટ ની આત્મીય યુનિવર્સિટી ને ચાર સ્ટાર એનાયત કરવામાં આવ્યા.
રાજકોટ ની આત્મીય યુનિવર્સિટી ને ચાર સ્ટાર એનાયત કરવામાં આવ્યા.
રાજકોટ ની આત્મીય યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર અને યુનિવર્સિટીની ઇનોવેશન કાઉન્સીલના અધ્યક્ષ ડો.આશિષ કોઠારીના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧માં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાં સંસ્થાનોમાં ગુજરાતમાંથી માત્ર બે યુનિવર્સિટીને ચાર સ્ટારથી જાહેર કરવામાં આવી છે. તેમાં આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ ક્રમે સમાવેશ થાય છે. આ માટેનાં માપદંડોમાં યુનિવર્સિટીમાં કાર્યરત ઇનોવેશન કાઉન્સીલની વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની ખીલવણીમાં અને સંશોધનો માટે અનુકૂળ વાતાવરણ સર્જવામાં ભૂમિકાને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. આત્મીય યુનિવર્સિટીની અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવીને વિદ્યાર્થીઓ સંશોધન ક્ષેત્રે પ્રવૃત્ત બને, ઉદ્યમ સાહસિક બને, રોજગારીનું સર્જન કરનાર બની રહે અને તેણે વિકસાવેલ પધ્ધતિ, પ્રણાલી કે વસ્તુ લોકોપયોગી બની રહે તેના પર ભાર મુકવામાં આવે છે. વિચાર અને અનુસંધાનને સ્ટાર્ટ-અપ સુધી પહોંચાડવામાં સંસ્થાનની ભૂમિકા ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષણ મંત્રાલય અંતર્ગત ઈન્સ્ટિયુશન્સ ઇનોવેશન કાઉન્સીલ દ્વારા પ્રસ્તાવિત સ્ટાર્ટ-અપ રિલેટેડ જુદીજુદી ૮ પ્રવૃત્તિઓ કરવાની હોય છે. પરંતુ આત્મીય યુનિવર્સિટીએ ૮ ને બદલે ૧૭ પ્રવૃત્તિઓ કરીને અગ્રક્રમે રહેવામાં મેદાન માર્યું છે. આત્મીય યુનિવર્સિટીએ સતત ત્રીજી વખત ફોર સ્ટાર પ્રાપ્ત કરતાં ઈન્સ્ટિયુશન્સ ઇનોવેશન કાઉન્સીલે તેનો મેન્ટર યુનિવર્સિટીની યાદીમાં સમાવેશ કર્યો છે. હવે આત્મીય યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણનાં અન્ય પ સંસ્થાનોને માર્ગદર્શન આપવાનું રહેશે. આમ, દેશમાં ટેક્નોલોજીના ક્ષેત્રે ઇનોવેશનમાં આત્મીય યુનિવર્સિટી મહત્વની ભૂમિકા ભજવશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.