માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા અનિડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા અનિડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી
Spread the love

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા અનિડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

જન-જનમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરે છે આઝાદીનો અમૃત મહોત્સવ : દેવેન્દ્ર ત્રિવેદી

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે કુંકાવાવ તાલુકાના અનિડા ગામ ખાતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, આઝાદીના આ અમૃત મહોત્સવ અંગે જે જે વિચારો આવ્યા હતા તેને ઍકત્ર કરી તેને પાંચ સ્તંભમાં વિભાજીત કરી શકીઍ છીઍ. ઍક તો, આઝાદીનો સંઘર્ષ, 75 માં વર્ષેવિચારો, ૭૫ મા વર્ષે સિધ્ધિઓ અને ૭૫ મા વર્ષે કરવાની કામગીરી તથા ૭૫ મા વર્ષે કરવાના સંકલ્પો. આપણે આ પાંચેય સ્તંભોને લઈને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરવાનો છે સાથે જ વર્ષ 2047નાં આપણા ભારત દેશની પરિકલ્પનાને સાકાર કરવાનો છે.
કાર્યક્રમમાં કુકાવાવ તાલુકાના એટીડીઓ આર.જી.ચાવડા, આઇઆરડી વિભાગના એટીડીઓ નિપૂલભાઇ કાવઠીયા, આઇસીડીએસ ના સુપરવાઇઝર રમાબેન વેકરીયા, એસબીએમનાં બ્લૉક ઓફિસર ભરતભાઈ આઘેરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અનીડા ના મેડિકલ ઓફિસર ડોક્ટર તળવીયા, એનઆરએલએમ નાં ટી.એલ.એમ યાસ્મિનબેન બાલાપરિયા, અનીડા ગામના સરપંચ, અનીડા ગામ હાઇસ્કુલ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક ગણ તેમજ સામાજીક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે કુકાવાવ તાલુકાના સ્વચ્છ ભારત મિશનના અધિકારી ભરતભાઈ એ સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળે તે માટે જાગૃતતાના વક્તવ્ય આપ્યું હતું તેમજ ગામ લોકોને સ્વચ્છતાના સંદર્ભે વધુ જાગૃત રહેવા અપીલ કરી હતી. કુકાવાવ તાલુકાના આઈસીડીએસ સુપરવાઈઝર રમાબેને સંકલિત બાળ વિકાસ કેન્દ્ર પર ચાલતી પોષણ અભિયાન અંતર્ગતની પ્રવૃત્તિઓ તેમજ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમમાં કોરોના સંદર્ભે જન જાગૃતિનો સંદેશ આપવાની સાથે કોવિડ19 રસીકરણ માટે જન જાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ હાથ ધરાયા હતા તેમજ લોકોને રસીકરણ પ્રત્યે સચેત અને જાગૃત રહેવા અપીલ કરાઇ હતી.
એલ.જે.કણસાગરા હાઈસ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્વાતંત્ર સંગ્રામની ગાથાને વર્ણવતું ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે ઇનામો ઍનાયત કરાયા હતાં. કાર્યક્રમમાં ગામના સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો તેમજ પ્રાથમિક શાળા અને હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેના થકી કાર્યક્રમનો હેતુ સાર્થક થયો હતો.

રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20211227-WA0010.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!