શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા બિન અનામત વિભાગની બેઠક યોજાઇ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા બિન અનામત વિભાગની બેઠક યોજાઇ
Spread the love

પ્રમુખ શ્રી ભરતભાઇ રાવલના અધ્યક્ષસ્થાને મેને ટસ્ટી યજ્ઞેશ દવેની સૂચનાથી અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. ઉપરોક્ત મિટિંગ માં રાજ્ય કક્ષા તરફથી પ્રમુખ ભરત રાવલ, મહામંત્રીશ્રી અમિત દવે, મુખ્ય સંગઠન શ્રી અશ્વિન ત્રિવેદી, મીડિયા કન્વીનર દિનેશ રાવલ, આઇટી વિભાગના પ્રમુખ શ્રી અતુલ જોશી તેમજ યુવા અગ્રણી અક્ષય ત્રિવેદી બીમલ મહેતા કૃણાલ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત મિટિંગમાં સરકારી યોજના અમલીકરણ વિભાગ (બિન અનામત વિભાગમાંથી) પ્રભારી શ્રી અતુલ દીક્ષિત, અધ્યક્ષશ્રી કાનનબેન દવે, મહામંત્રી શ્રી મુકેશ રાવલ, મહામંત્રી શ્રીમતી શીતલ ભટ્ટ, ઉપાધ્યક્ષ શ્રી આરતી જાની ઉપસ્થિત રહ્યા હતા”. ઉપરોક્ત મિટિંગમાં ખૂબ નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

સરકારી યોજના અમલીકરણ વિભાગના પ્રભારી શ્રી અતુલભાઇ દીક્ષિતના બ્રહ્મ સમાજના ઉત્થાન માટેના નીતિવિષયક સૂચનો…

  1. 1. દરેક ભૂદેવે એ મામલતદાર ઓફિસ જઈ બિન અનામત વર્ગનો જાતિગત દાખલો (પ્રમાણપત્ર) મેળવી લેવાનું રહેશે.
  2. 2. ગુજરાતના દરેક જિલ્લાના પ્રમુખોને તેમજ સ્વ સંસ્થા સાથે સંલગ્ન સંસ્થાઓ ને, દરેક સ્વ સંસ્થાના વિભાગોને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવે છે કે આજથી એક માસની અંદર ઉપરોક્ત પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.
  3. 3. જો ઉપરોક્ત પ્રમાણપત્ર દરેક બ્રાહ્મણ પરિવાર પોતાની જવાબદારી સમજીને નોંધાવી અને લઈ લેશે તો તે બ્રહ્મ સમાજ નો સહયોગી બની રહેશે. કાયદાકીય રીતે ખૂબ જરૂરી હોવાથી ઉપરોક્ત સૂચના આપવામાં આવી છે. જેનો અમલ દરેક જિલ્લા અને વિભાગના પ્રમુખોએ, પ્રભારી અને ઝોન પ્રભારીએ કરવાનો/ કરાવવાનો રહેશે એમ અશ્વિન ત્રિવેદી એડવોકેટે જણાવ્યું હતું.

પ્રમુખ શ્રી ભરતભાઇ રાવલ તરફથી વિનમ્ર સૂચન કરવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય ની આપ સર્વેને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે. જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી કરવામાં આવી હતી. બિન અનામત વિભાગ અધ્યક્ષ શ્રી કાનન દવે, મહામંત્રીશ્રી શીતલ ભટ્ટ, મહામંત્રી શ્રી મુકેશ ઉપસ્થિત રહ્યા હતાં.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!