આપણી અને તંત્રની ત્રીજી લહેર માટે કેવી તૈયારી છે?

આપણી અને તંત્રની ત્રીજી લહેર માટે કેવી તૈયારી છે?
Spread the love

આપણા અખબારો ટીવી સોશિયલ મીડિયા ત્રીજી લહેરની આગાહીઓ કરવામા વ્યસ્ત હતું. અને અચાનક ધડાધડ કેશો 3 હજાર સુધી પહોંચ્યા છે.
પ્રજા કોણ જાણે કેમ કઈ સમજવા જ તૈયાર નથી. હળવાશથી લઈ રહી છે. સામાજિક અંતર ક્યાંય દેખાતુ નથી. માસ્ક તો ગળામાં જ લટકતું હોય છે. લાખો રૂપિયાના પતંગો ગોગલ્સ માથાનો દુખાવા જેવા કર્કશ પીપૂડા વેચાઈ ગયા. લોકોએ એકની ઉપર એક પડી બધી વસ્તુઓ ખરીદી. અગાસીઓ પર ભીડ જ ભીડ ઊંધિયું જલેબી લેવા લાઈનો લાગી. કેમ જાણે એક જ દિવસ ઊંધ્યું અને જલેબી મળતા હોય કાલે મળવાના જ ના હોય.
અગાસીઓ પર જેમને પતંગ ચગાવતા આવડે છે એ શાંતિથી પતંગ ચગાવે છે. બાકીના ધમાલ મસ્તી તોફાન કરવા ભીડ વધારે છે. ઉત્તરાયણ પછી કેશો ના વધે તો જ નવાઈ.
આજના અખબારી અહેવાલો જણાવે છે કે પહેલી લહેર વખતે અચાનક 23 મી માર્ચે લોક ડાઉન માથે મરાતા લોકોને ખાવા ખાવાની તકલીફો પડી ગઈ હતી
ખાસ કરીને મજૂરો શ્રમિકોને અમુક દિવસ ભોજનની તકલીફ પડી હતી. જોકે સુરતીઓ અને સેવાભાવી સંસ્થાઓએ અનોખો રંગ જમાવી દરેકને ભોજન પૂરું પાડ્યું.
બીજી લહેર વખતે ઓક્સિજન દવાઓ ઇન્જેક્શનો બેડની તકલીફ પડતા ગંભીર હાલત થઈ હતી એ વખતે પણ સુરતની એકતા ટ્રસ્ટે ખુબ જ માનવતાભર્યું હિંમતવાલુ કામ કરી સુરતીઓની પીડા હળવી કરી. એકતા ટ્રસ્ટની આખી ટીમને સુપર દુપર સેલ્યુટ
હવે ત્રીજી લહેર વખતે આપણી અને તંત્રની તૈયારી કેવી છે. સરકારે જરૂરી દવાઓ ઇન્જેક્શનો ખરીદવાની તૈયારી કરી રહી છે બેડો વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. દેરક કોમ સમાજ દીઠ 2 આઇસોલેસન સેન્ટર ઉભા કરાઈ રહ્યા છે
પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓની સાથેની મિટિંગમા ખાસ ભાર મૂકી કહ્યું છે કે દરેકની ઘરે હોમઆઇસોલેસનમા સારામાં સારી સારવાર થાય એ માટે પ્રયાસો થવા જોઈએ સાથોસાથ તેમને જણાવ્યું છે કે ભારતીયોની આજીવિકા ચાલુ રહે કોઈને રોજી રોજગાર વેપારને તકલીફ પડે નહીં. ખુબ જ સરસ ખુબ જ ઉમદા માનવીય અભિગમ છે.
રોજ સુરતમાં 7/ 8 હજાર કેશો આવવાની શક્યતા છે તે વખતે ટેસ્ટિંગ કિટની અછત ના સર્જાય તે માટે 10 લાખ કિટના ઓર્ડર અપાઈ ચુક્યા છે. જરૂર પડે તો બીજી 10 લાખ કિટો પણ ખરીદવાની તંત્રની તૈયારી છે.
સિવિલમા સ્ટાફની તકલીફ છે ડોકટરો પેરામેડિકલ સ્ટાફ નર્સબહેનોને બીજા દર્દીઓની સારવાર માં રોકાયેલા કર્મચારીઓ ને ચેપ લાગે તો બીજો સ્ટાફ તરત જ હાજર થઈ કામગીરી આગળ વધારે એમ વ્યવસ્થા તાત્કાલિક થવી જોઈએ ડબલ સ્ટાફની ભરતી કરવી જોઈએ જેથી કટોકટી વખતે ડોક્ટર અને સ્ટાફમાને મદદરૂપ થવા બીજી ટીમ તૈયાર જ હોય.
આપણે હજી ગંભીર બની આનો સામનો કરવાનો છે. આપણે બધા સમજી જઈશું તો તંત્રને કામ કરવાની આસાની થશે અને આપણે હજુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકીશું..

 

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Advertisement
Right Click Disabled!