માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા મુકામે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.

માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા મુકામે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.
Spread the love

મકરસંક્રાંતિના પાવન દિવસે માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા મુકામે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.

આજ રોજ તા.૧૪.૦૧.૨૦૨૨ના મકરસંક્રાંતિના પાવન દિવસે શ્રી ગાયત્રી પરિવાર ચોરવાડ,માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા તથા ગાયત્રી જ્ઞાન મંદિર શિતળાકુંડ-જુનાગઢના સહયોગથી નિરાધાર,અપંગ,વૃધ્ધ,બીમાર,અકસ્માત અને રામચરણ પામેલી ગૌમાતાના કલ્યાણ અર્થે માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા મુકામે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણી વૈદિક પરંપરાથી અને આપણા પૂરાણોમાં યજ્ઞનું ખુબ જ મહત્વ રહેલ છે.પહેલાના સમયમાં આપણા ઋષિમુનીઓ,આશ્રમો અને ગુરુકુળોમાં યજ્ઞ કરવામાં આવતા હતા.પૂરાણોમાં વર્ણન મુજબ ભગવાન રામ અને કૃષ્ણએ પણ યજ્ઞ કરેલા છે.યજ્ઞ થકી વાતાવરણની શુધ્ધિ થાય છે.હાલ ચાલી રહેલ કોરોના કાળમાં વાઈરસ જન્ય રોગોથી બચવા યજ્ઞ ખુબ જ જરુરી છે.યજ્ઞ થકી વ્યક્તિમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.યજ્ઞ અને ગાયએ હિંદુ ધર્મ અને આપણી સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે.પહેલાના સમયમાં આપણી ભારતભુમીમાં ઋષિમુનીઓ અને રાજા મહારાજાઓ યજ્ઞ અને ગૌપુજા કરતા જેનાથી ભારતભુમીની વૈદિક પરંપરા અને સંસ્કૃતિ અને પ્રકૃતિ સર્વ ગુણોથી સંપન્ન હતી.પ્રજા પ્રાણવાન હતી.આજે ગાય અને યજ્ઞના મુલ્ય ઘટવાના કારણે પ્રજા દુઃખ,શોક,રોગથી પીડાઈ રહી છે.
આજ રોજ મકરસંક્રાંતિના પાવન દિવસે માં ગૌસેવા હોસ્પિટલ-કુકસવાડા મુકામે ગાયત્રી પરિવાર દ્વારા ગૌ રક્ષાર્થે,પ્રજા કલ્યાણ અર્થે,દેશ સેવામાં શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી અર્થે ખુબ સુંદર યજ્ઞનું આયોજન થયેલ જે વંદનીય કાર્ય છે.
યજ્ઞની શરુઆત જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય ભુવાઆતા શ્રી ભુપતભાઈ સોલંકી અને શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રી દ્વારા દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.
માં ગૌસેવા હોસ્પિટલ-કુકસવાડામાં રાત દિવસ જોયા વગર નિરંતર ગાયોની સેવા કરતા અને ગૌશાળાનુ મેનેજમેન્ટ કરતા *કીર્તીભાઈ મહેતા,તથા મા ગૌસેવા હોસ્પિટલ ગ્રુપ તથા આજુબાજુના ગૌસેવકો અમુલ્ય યોગદાન રહેલ છે ગૌસેવાર્થે કાર્યરત આ તમામ ગૌસેવકો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક છે*
આજના દિને આ યજ્ઞ કાર્યમાં કોરોના મહામારીને ધ્યાને લઈ મર્યાદિત સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.સરકારશ્રીની ગાઈડલાઈન, માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ વગેરેનું પાલન કરવામાં આવ્યું હતું.
આજના આ યજ્ઞમાં નીચે મુજબની ગૌશાળા અને સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ સંગઠનોએ સહયોગ આપ્યો હતો.
🔹સંગીતાઈ માં શક્તિગૃપ-વડોવન
🔹કામધેનુ ગૌશાળા-શેપા
🔹રામદેવપીર ગૌશાળા-કુકસવાડા
🔹બજરંગદાસ ગૌશાળા-ચોરવાડ
🔹ગૌ રક્ષા સેના-માંગરોળ
🔹પ્રભાતફેરી ધુનમંડળ-માંગરોળ
🔹રાધેક્રિષ્ના હોસ્પિટલ-કેશોદ
🔹ગોકુલ ગૌશાળા-લાંગોદ્રા
🔹કામધેનુ ગૌ શાળા-વિસણવેલ
🔹ગાત્રાળ ગૌ સેવા-ગડુ
🔹દ્વારકાધિશ ગૌ શાળા-સમઢિયાળા
🔹દ્વારકાધિશ ગૌ શાળા-શાંતિપરા
🔹બાપા સીતારામ ગૌ શાળા-ઝુઝારપુર
🔹જય ભગવાન ગૌ રક્ષક ગૃપ-વેરાવળ
🔹વલ્લભ ગૌ સેવા-વેરાવળ
🔹 ગૌ શાળા-ખંભાળીયા
🔹ગૌ રક્ષકદળ-ભંડુરી
🔹માં ગૌશાળા-આરેણા
🔹શિવમ્ ચક્ષુદાન-આરેણા

યજ્ઞ સંપન્ન થયે પ્રસાદીનું આયોજન કરેલ હતું તેમજ શિવમ્ ચક્ષુદાન-આરેણા દ્વારા આયુર્વેદ ઉકાળાનું આયોજન કરેલ હતું.

ભારતભુમી પર આવા યજ્ઞ કાર્ય થતા રહે તેમજ ગૌસેવાના કાર્યમાં યુવાનો સહયોગ આપતા રહે તેવી શુભકામના.ગૌ માતા સૌનું કલ્યાણ કરે.

🙏🚩જય ગૌ માતા🙏🚩

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Advertisement
Right Click Disabled!