કાંકણપુર ખાતે ઉત્તરાયણ ના તહેવારમાં ઘાયલ થયેલાં પક્ષીઓની સારવાર કરવામાં આવી

કાંકણપુર ખાતે ઉત્તરાયણ ના તહેવારમાં ઘાયલ થયેલાં પક્ષીઓની સારવાર કરવામાં આવી
Spread the love

કાંકણપુર ખાતે ઉત્તરાયણ ના તહેવારમાં ઘાયલ થયેલાં પક્ષીઓની સારવાર કરવામાં આવી

ગોધરા તાલુકાના કાંકણપુર ગામમાં ઉતરાયણ તહેવાર નિમિતે પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી
પંચમહાલ જિલ્લા સેવા સુરક્ષા સેતુ અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ તેમજ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ મેડિકલ ટીમ અને
જય હિન્દ સેવા મંડળના સભ્યોના સહિયારા પ્રયાસથી પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુ થી એક સારવાર કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું. તેમાં ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.ઘાયલ પક્ષીઓને વધુ સારવારની જરૂર પડતા જીવદયા ધામ પાંજરાપોળ પરવડી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.ત્યાર બાદ રસ્તામાં બાઈક ઉપર અવર જવર કરતા વ્યક્તિ ઓ પણ દોરાથી ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવામાં આવી હતી. તેમજ ગરીબ વ્યક્તિઓ ને આ ધર્મના તહેવાર પર નાસ્તો તેમજ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Advertisement
Right Click Disabled!