59 વિદ્યાર્થી કોરોનાં પોઝિટિવ આવતાં સુરતની 9 સ્કૂલ બંધ કરાવી દેવાઇ

59 વિદ્યાર્થી કોરોનાં પોઝિટિવ આવતાં સુરતની 9 સ્કૂલ બંધ કરાવી દેવાઇ
Spread the love

સુરત મ્યુનિ. વિસ્તારમાં રવિવારના દિવસે 2464 લોકો પોઝીટીવ આવ્યા છે તેમાં 59 વિદ્યાર્થી સંક્રમિત થયાં છે. આ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા 9 શાળા બંધ કરવામા આવી છે. જ્યારે વરાછા એ ઝોનની એક સોસાયટીમાં 13 અને 12, વરાછા બી ઝોનની એક સોસાયટીમાં 9 અને ઉધના બી ઝોનની એક સોસાયટીમાં 11 કેસ આવતાં આખી સોસાયટીને ક્લસ્ટર જાહેર કરીને અવર જવર પર પ્રતિબધ મુકવામા આવ્યો છે.
સુરતમાં સતત કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેમા પણ એક જ સોસાયટીમાં એક સાથે એકથી વધુ કેસ આવતાં મ્યુનિ. તંત્ર ચોકી ઉઠયું છે. સોસાયટીમાં સામુહિક કેસ આવતાં તંત્રએ સોસાયટીને ક્લસ્ટર જાહેર કરવાનું શરૃ કરી દીધું છે. આજે વરાછા એ ઝોનમાં બે સોસાયટીમાં 23 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં કાપોદ્રા વિસ્તારમા આવેલી રવિ પાર્કસોસાયટીમાં 13 અને વરાછાના અભય નગરમાં ૧૦ કેસ જાહેર થતાં બન્ને સોસાયટીને ક્લસ્ટર જાહેર કરી અવર જવર બંધ કરી દીધી છે. આવી જ રીતે વરાછા બી ઝોનમાં યોગીચોક વિસ્તારમાં આવેલી વ્રજ વિધાન્તા સોસાયટીમાં એક સાથે ૯ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. મ્યુનિ.એ આ સોસાયટીને પણ ક્લસ્ટર જાહેર કરીને જાહેરજનતામાટેસોસાયટીમાં અવર જવર બંધ કરી છે. ઉધના ઝોનમાંવડોદવિસ્તારનાં અમિથરા રેસીડન્સીના 11, ભેસ્તાનના શસીરૃપ હોમ્સના 8 લોકો પોઝિટિવ આવતાં સોસાયટીને ક્લસ્ટર જાહેર કરાઇ છે.મ્યુનિ. તંત્રના ચેકીંગ દરમિયાન સ્કુલોમાં પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 59 વિદ્યાર્થી પોઝિટિવ આવતાં તંત્રએ અલ.પી. સવાણી, ભારતી મૈયાર, ખોડિયાર વિદ્યાલય, આદર્શ એલ.ડી. શાળા, માતાવાડી સુમન સ્કુલ, સરદાર પટેલ સ્કુલકોસાડ,અર્ચનાવિદ્યાલય, સંસ્કાર તિર્થ તથા શ્રેય શાળાને બંધ કરાવી દીધી છે.

 

રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220117_061514.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!