મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર : પ્રથમ વખત એક જ દિવસમાં 182 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર : પ્રથમ વખત એક જ દિવસમાં 182 કેસ નોંધાયા
Spread the love

એકલા મોરબી તાલુકામાં 134 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 623એ પોહચી

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી પાછો ઉછાળો જોવામાં મળ્યો છે. આજે તહેવાર બાદ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે કુલ 1721 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 182 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં મોરબી તાલુકા : 63, મોરબી શહેર : 71, વાંકાનેર તાલુકા : 05,વાંકાનેર શહેર : 05, હળવદ તાલુકા : 03,હળવદ શહેર : 01, ટંકારા તાલુકા : 24, માળિયા તાલુકા : 10, કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે મોટાભાગના કોરોના પોઝિટિવ લોકોમાં શરદી ઉધરસના સામાન્ય લક્ષણો જ જોવા મળી રહ્યા છે. જ્યારે આજે 182 નવા કેસોની સામે 51 લોકો સાજા પણ થયા હતા. જેમાં મોરબી તાલુકા : 44, વાંકાનેર તાલુકા : 02,
ટંકારા તાલુકા : 02, માળિયા તાલુકા : 03, દર્દીઓ સાથે 51ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ આજે 182 કેસ સાથે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 623 થઈ ગઈ છે.

 

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

20-44-58-images-2021-12-28T194827.246.jpeg

Janak Raja

Janak Raja

Right Click Disabled!