કડી પોલીસ સ્ટેશનના ઇ.PI સહિત 8 કર્મચારીઓ કોરોના ની ઝપટમાં
કડી પોલીસ સ્ટેશનના ઇ.PI સહિત 8 કર્મચારીઓ કોરોના ની ઝપટમાં
— પી.આઇ.,બે પી.એસ.આઇ. અને પાંચ કર્મચારીઓ નો કોરોના ટેસ્ટ પોઝીટીવ
કડી પોલીસ સ્ટેશન માં પી.આઇ. અને બે પી.એસ.આઇ સહિત પાંચ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
કડી સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે ત્યારે કડી પોલીસ સ્ટેશનમાં બે પી.એસ.આઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ નો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.થોડા સમય અગાઉ કડી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.બી.ગોસ્વામી કોરોના થી સંક્રમિત થયા હતા જેથી તેઓ રજા ઉપર ઉતરી જતાં કડી પોલીસ સ્ટેશન નો ચાર્જ એસઓજી પી.એસ.આઇ એ.યું.રોઝ ને સોંપવામાં આવ્યો હતો.તાજેતરમાં કડી પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પી.આઇ સહિત બે પી.એસ.આઇ અને પાંચ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લીધે કડી પોલીસ સ્ટેશનનો ચાર્જ ડી.સ્ટાફ ના પી.એસ.આઇ.ધાસૂરા ને સોંપવામાં આવ્યો છે.અને કડી આરોગ્ય ખાતામાં પેરામેડિકલ સ્ટાફ અને મેડિકલ સ્ટાફ ના દસ આરોગ્ય કર્મીઓને કોરોના પોઝિટિવ આવે છે અને દરેકને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
કોરોના ની ત્રીજી લહેરમાં જિલ્લામાં બેચરાજી પોલીસ સ્ટેશન બાદ કડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સંક્રમિત થયા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756