આપણે આપણી મહામૂલી અને અણમોલ આઝાદીનું મૂલ્ય બરાબર સમજી શક્યા છે ખરા?

આપણે આપણી મહામૂલી અને અણમોલ આઝાદીનું મૂલ્ય બરાબર સમજી શક્યા છે ખરા?
Spread the love

વધુ એક પ્રજાસતાક દિવસ આવી ગયો છે. આપના સમાન્ય નાગરિકોને 15 મી ઓગસ્ટ સ્વાતંત્રદિવસ અને 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ વચ્ચેના તફાવતની પણ ખબર નથી આશરે 200 વરસની અંગ્રેજોની ગુલામીમાંથી આપણે ભારતીયો 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયા. પછી આપણા દેશને અનુરૂપ કાયદા બન્યા.ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર અને ટીમે ખુબ જ મનોમંથન કરી આપણું બંધારણ બનાવ્યું જે 26 મી જાન્યુઆરી 1950 માં અમલમાં આવ્યું જે આજે પણ અમલમાં છે. બંધારણ આપણું સૌથી મહત્વનું પુસ્તક છે.
આપણે માત્ર શાળા કોલેજો સરકારી ઓફિસમાં રજા પાડી આ મહત્વના દિવસને વેડફી નાખીએ છીએ. આપનો દેશ આપણું રાષ્ટ્ર આપણા માટે સૌથી પહેલું છે બીજું બધું પછી. વિશ્વના સેંકડો દેશોમાં આપણા ભારતીય ભાઈ બહેનો ટોપ પોઝીશનમાં છે લગભગ 3 કરોડ ભારતીયો સારા હોદ્દા પર કે વેપાર ઉધોગમા છે એમને ભારત છોડી કેમ જવું પડ્યું ? આ મહાનુભાવો પાછા ભારત આવે તો એમને જોઈતું આપણે આપી શકીએ ખરા? એમનું માન મરતબો પદ સ્ટેટસ જાળવી શકીએ ખરા?
આપણો દેશ અને આપણો રાષ્ટ્રધ્વજ આપણી આન બાન અને સાન છે આપણું ગર્વ છે આપણું અભિમાન છે. પહેલા રાષ્ટ્ધ્વજ માત્ર મોટા કદમા જ મળતા હતા એ ખાલી સરકારી કાર્યક્રમોમાં સરકારી ઇમારતો શાળા કોલેજમાં સવારે વિધિ વિધાનપૂર્વક ફરકાવવામાં આવતા હતા સાંજે આ રાષ્ટ્રધ્વજ પુરા માન સન્માન સાથે ઉતારી લેતા હતા. એમા જ આપણી અને ત્રીરંગાની સાન હતી. મૂલ્ય હતું. વેલ્યુ હતી.
હવે છેલ્લા કેટલા સમયથી કાગળના રાષ્ટ્રધ્વજ છૂટથી મળતા થયા છે. એમાં પણ જ્યારથી નાના નાના કાગળના ત્રીરંગા મળતા થયા છે ત્યારથી જાણ્યે અજાણ્યે ત્રિરંગાનુ અવમૂલ્યન થવા લાગ્યું છે. જાણે ત્રિરંગાનો માન મરતબો ઘટી ગયો છે. તમે જોશો કે લારીઓ પર નાના બાળકો ત્રિરંગા વેચતા નજરે પડશે. અને સૌથી નવાઈની વાત ત્રિરંગાની કિંમત માત્ર 2 રૂપિયા આ લારીઓ પર ત્રીરંગાઓ વેચવા પર રોક હોવી જોઈએ નાના ભૂલકાઓ જે આપણા દેશનું ભવિષ્ય છે તેમના ખભા પર આખા દેશની જવાબદારી છે તે આવી રીતે ત્રીરંગા વેચી ના જ શકે. આ બરાબર નથી જ નથી.
બીજે દિવસે 27 મી જાન્યુઆરીએ આ બાળકો હાથમાં 8 /10 ત્રીરંગા લઈ બુમો પાડે છે એક રૂપિયો એક રૂપિયો
આ જોઈ મનમાં અપરાધ ભાવ જાગે છે. કઈ ખોટું થઇ રહ્યું છે એમ લાગે છે.
આપની આઝાદી માટે સેંકડો નામી અનામી કાર્યકરો આગેવાનો લોકસેવકો નેતાઓએ તન મન ધન અને જાનની આહુતિઓ હસતે મોઢે આપી હતી દેશ અને આપણે તમામ ભારતીયો એમના હમેશા ઋણી રહીશું તમામ માં ભારતીના નામી અનામી જવામર્દ લાલોને કોટી કોટી વંદન.
આવી મહામૂલી અને અણમોલ આઝાદી આટલી લાંબી સામુહિક લડત ,ખુવારી જાનહાની કુરબાની બલિદાનો શહીદી પછી મળેલા ત્રીરંગાની આ હાલત?
શુ આ આપણુ અને દેશ અને ત્રીરંગાનું અપમાન નથી?
આપણે શા માટે આ બધું ચુપચાપ જોયા કરીએ છીએ ?આ કાગળના નાના ત્રીરંગા પર તાત્કાલિક પ્રતિબંધ લાગવો જોઈએ. નહિ તો દર વરસની જેમ આ વરસે પણ 27 જાન્યુઆરીએ સાંજે સુરતની ગલીઓમાં રસ્તા પર ઠેર ઠેર ફાટેલા ત્રીરંગા જોવા મળશે આપણે દર વરસનું પુનરાવર્તન ટાળવાની જરૂર છે.
આપણે બધા ભારતીયોએ ત્રીરંગાની આન બાન શાન જાળવવા જે કઈ કરવું પડે એ સામુહિક પ્રયાસો કરવા જ જોઈએ.
જય હિંદ વંદે માતરમ
ભારત માતાની જય

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!