આપણે કોઈ પણ કામ દિલથી પૂરતું સમર્પણ આપી કરવાથી આપણને બહુ ફાયદો થાય છે

આપણે કોઈ પણ કામ દિલથી પૂરતું સમર્પણ આપી કરવાથી આપણને બહુ ફાયદો થાય છે
Spread the love

એક મકાન બનાવવાવાલો કારીગર હતો.એની કામગીરી ખુબ સરસ હતી.તે ગ્રાહકને પૂરતો સંતોષ આપતો હતો.બિનજરૂરી ખર્ચો કરાવતો નહીં. સવારે સમયસર આવી કામ શરૂ કરી દેતો હતો.કોઈ ફાલતુ લપનછપન કરતો નહીં. મન લગાવીને કામ કરતો હતો.તેથી એના બનાવેલા મકાનોની ખુબ જ માંગ રહેતી હતી.તે હંમેશા બીઝી જ રહેતો હતો.
વરસોથી કામ કરવાને લીધે બધા ઘરાકો સાથે એને ઘર જેવા સંબંધો હતા બધા કઈ કામ હોય તો એને જ સૌથી પહેલા યાદ કરતા હતા.તે પણ પોતાના કામમાં કોઈ કસર બાકી રાખતો નહીં.
તેના બનાવેલા મકાનો ફટાફટ વેચાઈ જતા હતા.તેથી બિલ્ડરોમાં તે માનીતો હતો.
વરસોથી કામ કરતો હતો કોઈ ઉપાડ ઉધાર રૂપિયા ક્યારે પણ માંગતો નહીં.હિસાબ કિતાબમાં એકદમ ચોખ્ખો હતો.ઈમાનદાર પ્રમાણિક હતો બધાને એની ઉપર પૂરેપૂરો ભરોશો હતો.
એક મોટા બિલ્ડર હમેશા એની પાસે જ કામ કરાવતા હતા.કામ સારું હોવાથી એની પર બહુ ખુશ રહેતા હતા.હમેશા પેલા ભાઈને કહેતા કઈ કામ હોય તો મને અર્ધી રાતે કહેજે.કઈ રૂપિયાની જરૂર હોય તો લઈ જજે પણ પેલો કારીગર કોઈ પણ દિવસ ઉધાર રૂપિયા માંગતો નહીં.
થોડા સમય પછી પેલા કારીગરની ઉંમર થઈ.કામ પહેલા જેવું કરી શકતો નહીં. કામમાં વેઠ ઉતારવી એને ગમતી નહી. એને વિચાર્યું હવે મારાથી કામ પહેલા જેવું થશે નહી. તો હું હવે નિવૃત થઈ જાવ કઈ કામ કરવું નથી.બહુ કામ કર્યું
તેને પોતાના કાયમી ઘરાકોને જાણ કરી કે હવે મારાથી પહેલા જેવું કામ થશે નહી. હું હવે નિવૃત થાવ છું.હવે મારા હાથ પર જે કામ છે તે પુરા કરી નવું કામ કરવાનો નથી.
એક બિલ્ડર વરસોથી આ કારીગર પાસે કામ કરાવતા હતા.કામ સારું કરતો હતો અને વાજબી ભાવે સમયસર કામ કરી આપતો હતો.તેથી આ બિલ્ડરે પેલા કારીગરને પૂછ્યું.કેમ ભાઈ તું કામ કરવાનો નથી?
પેલા કારીગરે જવાબ આપ્યો શેઠ મેં બહુ વરસ કામ કર્યું હવે શાંતિથી પત્ની બાળકો સાથે નિરાંતે જીવન જીવવું છે. મારે બાકીની જિંદગી શાંતિથી બસર કરવી છે હવે હાઈવોઇ કરવી નથી.
પેલા બિલ્ડરને ખુબ દુઃખ થયું.પોતાનો આટલો સારો કારીગર હવે કામ કરશે નહીં. તેને કહ્યું વારુ ચાલ તારા નિર્ણયનું હું માન રાખું છું પણ મારી એક ઈચ્છા છે પેલી આપણી થોડી જગ્યા ખાલી પડી છે એમાં એક સારું મકાન બનાવી આપો તમારા સીવાય બીજા કોઈને આ કામ સોંપવું નથી.તમે તમારા માટે મકાન બનાવો છો એમ સમજી બનાવો હું તમને બધી છૂટ આપું છું.
પેલા કારીગરે કચવાતા મનથી હા કીધી. મકાન બનાવવાનું ચાલુ કર્યું.પણ કોણ જાણે કામમાં એનું મન લાગતું નહીં દીલ રેડીને કામ કરી શકતો નહીં. કામનો આનંદ ઊઠાવી શકતો નહીં. કારણકે એનું મન હવે નિવૃત્તિના વિચારમાં ભટકતું હતું તેથી તેને ઉતાવળે જલ્દી જલ્દી મકાન બનાવી દીધું.જેમતેમ મકાન બનાવી પેલા બિલ્ડરને મકાનની ચાવી આપવા ગયો.તે વખતે પેલા બિલ્ડરે મકાનની ચાવી પેલા કારીગરના હાથમાં આપતા બોલ્યા તે મને બહુ સારા મકાન વાજબી ભાવે બનાવી આપ્યા હું તારા બનાવેલા મકાનમાં સારું એવું કમાયો છું જા લે આ ચાવી આ મકાન આજથી તારું તને હું મકાન ખુશ થઈને ભેટ આપું છું.
પેલો કારીગર ખુશ થવાને બદલે ઉદાસ થઈ ગયો એને પહેલેથી ખબર હોત કે બિલ્ડર મને જ મકાન આપવાના છે તો સારામાં સારું મટીરીયલ વાપરતે બરાબર ચોકસાઈથી કામ કરતે. પણ હવે શું થાય?
મારુ પોતાનું મકાન હું સારામાં સારો સામાન વાપરી એકદમ સારું મજાનું વ્યવસ્થિત મકાન બનાવી દેતે.
આપણે પણ રોજ જાણ્યે અજાણ્યે પેલા કારીગર જેવી જ ભૂલો કરીએ છીએ વારંવાર ભૂલો કરીએ છીએ.આ આપનો રોજિંદો કર્મ બની ગયો છે રોજની આપણી આદત બની ગઈ છે બધું જ આપણે ફટાફટ જોઈએ છે સબર ધીરજ આપણામાં રહી નથી.આપણે ઘરમાં સમાજમાં હજુ સારું ઉત્તમ આપી શકીએ છીએ પણ આપણે આપણા કામોમાં આપણું સારામાં સારું કામ કરી શકતા નથી એ પછી કઈ થાય છે તો પાછા આપણે નિરાશ ઉદાસ થઈ જઈએ છીએ.એના સર્જક આપણે પોતે જ હોઈએ છે. આપના રોજના સુખ દુઃખના સર્જનહાર પણ આપણે જ છે આપને જો બરાબર કામ કરીએ તો આપણા બધા કામો કઈ અલગ રીતે થયા હોત. તેના મારફતે મળનારા પરિણામો કઈ અલગ જ હોત
પેલા કારીગરની જગ્યા પર તમારી પોતાની જાતને મુકો.તમારા ઘર વિષે વિચારો. દરેક નવા દિવસે તમે જીવનરૂપી ઘર બાંધી રહ્યા છો. દેરક પળે તમે મનગમતા ઘરની ઇંટ ચણી રહ્યા છો.રોજ એક દીવાલ ઊભી કરી રહ્યા છો.પછી તમે જોશો કે કેટલી બધી કાળજી ને ચોકસાઈથી તમે કામ કરશો.આ જીવન તમે જ બનાવ્યું છે તમારું જ જીવન છે.
દરેક દિવસને ભવ્ય અને સારો બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરો.તમારી આવતી કાલ તમારા આજના વલણ અને તમારી પસંદગીનું ફળ છે
બસ થોડી કાળજી રાખો.બસ એટલુ નક્કી કરી લો કે તમને કાલે એ જોવું ગમે તમને માણવું ગમે જોજો કાલે અફસોસ કરવો ના પડે.
આ દુનિયામાં રોજ લાખો માણસો આવે છે અને ચાલ્યા જાય છે તેમ છતાં પણ તમે જોજો કોઇ ખાસ ફરક પડતો નથી.
આપણે હોઈએ તે વખતે અને જઈએ તો પણ આપણું અસ્તિત્વ અને વ્યકિત્વ મહેકતું રહે એમ કરવાના પ્રયાસો આજથી હમણાંથી જ શરૂ કરી દો.
ના જાણે કોણ સા પળ મોતકી અમાનત હો
હરેક પલકી ખુશી કો ગળે લગાકે જીઓ.

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!