અંકલેશ્વર અને ભરૂચ ખાતે ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર અને ભરૂચ ખાતે ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો
Spread the love

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ ખાતે ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

ગેરકાયદેસર વેચાતા બાયોડીઝલના જથ્થાને વેચાણ કરતાં તત્વો સામે વધુ સક્રિયતાથી કામગીરી હાથ ધરાશે

બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ અંગે કોઈ માહિતી હોય તો વહીવટીતંત્રને જાણ કરવા અપીલ

ભરૂચઃગુરૂવારઃ- ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો ધ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ ખાતેથી ગેરકાયદેસર બાયોડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર ખાતે રૂ..૩૫,૯૨,૦૦૦/-, ભરૂચ ખાતે રૂ..૪.૪૭.૪૦૦/- મળી રૂ.૪૦,૩૯,૪૦૦/- ની કિંમતનો જથ્થો પકડી પાડેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પ્રાંત અધિકારીશ્રી નૈતિકા પટેલ ધ્વારા અંકલેશ્વર મામલતદારની ટીમ સાથે રાખી એક સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતાં મેઘા પેટ્રોલપંપની બાજુમાં આવેલ વે બ્રીજના કંમ્પાઉન્ડમાં પાનોલી જીઆઈડીસી ખાતેથી રૂ.૩૫,૯૨,૦૦૦/- નો ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડેલ છે જેમાં ૧૨,૭૭૨ લિટર બાયોડીઝલ, ૨ ફ્યુઅલ પંપ, ૨ નોઝલ, ૧ ઓવરહેન્ડ ટેંક, ૩ ઈલેક્ટ્રિકલ મોટર, ૨ ટ્રક અને ૫૦,૦૦૦ લિટરના ચાર ટેંક સહિતનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. તે જ રીતે પ્રાંત અધિકારીશ્રી યુ.એન.જાડેજા ધ્વારા મામલતદાર ભરૂચની ટીમ સાથે રાખી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતાં ભરૂચ તાલુકાના કરગટ ગામે હોટલ વિરામના કંપાઉન્ડમાં ઉત્તર ખુણે ગેરકાયદેસર બાયોડીઝલના રૂ.૪,૪૭,૪૦૦/- ની કિંમતનો ૬૧૦૦ લિટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ગેરકાયદેસર વેચાતા બાયોડીઝલના જથ્થાને વેચાણ કરતાં તત્વો સામે વધુ સક્રિયતાથી કામગીરી હાથ ધરાશે. બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ અંગે કોઈ માહિતી હોય તો વહીવટીતંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!