ખેડબ્રહ્મા: વન-દવ ન લાગે તે માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા

ખેડબ્રહ્મા: વન-દવ ન લાગે તે માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા
Spread the love

ખેડબ્રહ્મા: વન-દવ ન લાગે તે માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા.

ખેડબ્રહ્મા ક્ષેત્રીય રેન્જ દ્વારા ખેરોજ રાઉન્ડમાં આવતા ગામો જેમાં ખેરોજ, ઉબોરા, નવા મોટા મોટા બાવળ, મીઠી બીલી નાનાબાવળ, બાવળકાંઠીયા રતનપુર, ચાંગોદ, દાણ મહુડી જેવા ગામોનાં લગતા જંગલ વિસ્તારમાં *વન દવ* ન લાગે તે માટે તથા ખોટી અંધશ્રદ્ધા કે જંગલોને અન્ય નુકસાન કરવાના ઇરાદાથી જંગલ ની આજુબાજુમાં રહેતા ગ્રામજનોને અંત્રેની રેન્જ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા જંગલમાં વન દવ ન લગાડવો
તે બાબતે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે વન થી થતા ફાયદાઓ થી પણ માહિતી આપવામાં આવી હતી અને સાથે જંગલ ચકાસણીની કામગીરી પણ કરવામાં આવી હતી
જેમાં આરએફઓ જે.પી ચાવડા તથા બી.બી.પટેલ વનપાલ ખેરોજ, એસ આર રાઠોડ વન રક્ષક ખેરોજ અને અન્ય સ્ટાફ મળી કુલ ૪ ફોરેસ્ટર ,10 વન રક્ષક અને 20 જેટલા રોજમદારો સાથે મળીને
આ કામગીરી કરવામાં આવી હતી.
જંગલ બચાવો, વરસાદ લાવો પાણી બચાવો,
વૃક્ષો વાવો વરસાદ લાવો
વગેરે ના સ્લોગનો સાથે
આપણા
માનવ જીવનમાં થતી અસરો બાબતે લોકોને માહિતગાર કર્યા હતા
સાથે વૃક્ષોનું જતન કરવા,
વૃક્ષ આપણને કેવી કેવી રીતે ઉપયોગી છે આ ઉપરાંત
વૃક્ષ આપણા માટે પોતાનું બલિદાન આપી અને આપણને છાયડો તેમજ ઇમારતી લાકડું આપે છે માટે વૃક્ષોનું જતન કરવું જોઈએ
ઘર ઘર વૃક્ષ વાવી વૃક્ષો ઉછેરવા જોઇએ
વન પ્રકૃતિ વિશે અને જંગલો દ્વારા મળતી વન પેદાશો વિશે લોકોને માહિતગાર કર્યા હતા.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!