દેત્રોજ તાલુકા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

દેત્રોજ તાલુકા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
Spread the love

પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની કારોબારી સમિતિની વરણી અંગે મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં સંગઠનના ઝોન-9ના પ્રભારી ભરતસિંહ સોલંકી, અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખ પટેલ, ધર્મેન્દ્રસિંહ ચાવડા, સંજયભાઈ ઠક્કર તથા દેત્રોજના પત્રકારો હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દરેક પત્રકારની પરિચયવિધિ કર્યા બાદ હાજર પત્રકારો દ્વારા ઝોન તથા જિલ્લાના અગ્રણીઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝોન-9 પ્રભારી શ્રી ભરતસિંહ રાઠોડ દ્વારા આજના સમયમાં સંગઠનની તાતી જરૂરિયાત વિશે ઉપસ્થિત પત્રકાર મિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ હસમુખભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વ પત્રકારો આંતરિક મતભેદો ભૂલી અને સંગઠન માટે એક થઈને કામ કરવાનું છે. લોકશાહી ઢબે દેત્રોજ તાલુકાની પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ દેત્રોજ તાલુકા પત્રકાર એકતા સંગઠનની કારોબારી રચના કરવામાં આવી હતી.

દેત્રોજ તાલુકા પ્રમુખ તરીકે અલ્તાફ મનસુરી નિમણુક કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ રાજેશ શર્મા, દાનસંગજી ઠાકોરની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે મહામંત્રી તરીકે અશોક શર્મા અને મુકેશ ચૌહાણ, મંત્રી તરીકે પરેશ પટેલ અને હેમંતભાઈ ઠાકોર, સહમંત્રી તરીકે પ્રવીણ પંચાલની વરણી કરવામાં આવી હતી.

અહેવાલ : ક્રિશ ઉપાધ્યાય (લોકાર્પણ)

Admin

Admin

9909969099
Right Click Disabled!