રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ

રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ.

રાજકોટ માં મહાનગરપાલિકાની ફૂડ ટિમ દ્વારા તા.૮-૪-૨૦૨૨ ના રોજ ‘સુગંધ એન્ટરપ્રાઇઝ’ વરુણ ઇન્ડ. એરિયા શેરીનં.-૩, શેડનં.૮, માલધારી ક્રોસિંગની અંદર, કોઠારીયા, રાજકોટ ખાતે સ્થળ તપાસ કરતાં સુગંધ એન્ટરપ્રાઇઝ ઉત્પાદક પેઢીના ભાગીદાર નિલેષભાઈ છગનભાઈ અમૃતિયાને પૂછપરછ કરતાં સ્થળ પર તેઓ ગરમ મસાલા, મરચું, હળદર, ધાણાજીરુંનું ઉત્પાદન કરી લૂઝ તથા ‘સુંગંધ’ બ્રાંડ થી ૫ વર્ષ થી વેચાણ કરે છે. વધુમાં જણાવેલ ગરમ મસાલો બનાવવા ધાણા, જીરું, મરી, લવિંગ, બાદીયાન, જાયફળ નો ઉપયોગ કરવામાં આવે છે. જે તેઓ દ્વારા ફેરિયાઑ ને વેચાણ કરવામાં આવે છે. વાસ્તવમાં સ્થળ પર ધાણાની ફોતરી ૨૧૦ kg, જીરુંની ફોતરી ૨૦૦ kg, મરી પાવડર ફોતરી ૨૦ kg, લવિંગની કાંડી ૧૦ kg, બાદીયાનની કાંડી ૨૫ kg, આમ કુલ ૪૬૫ kg જથ્થો (જેની કુલ કિમત રૂ.૫૮,૯૨૦) જેવી હલકી કક્ષાની ચીજો વાપરી પ્રોસેસિંગ મશીનથી મેળવણી કરી હલકી કક્ષાનો ગરમ મસાલો બનાવતા હોવાનું પેઢીના માલિકે સ્વીકારેલ. સદર જથ્થાનું માર્કેટમાં વેચાણ ન થાય તે હેતુથી હલકી કક્ષાનો જથ્થો આજીડેમ ડંપિંગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવેલ. તેમજ ફૂડ સેફટી & સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ ગરમ મસાલો, જીરું, ધાણાના નમૂના લઈ સેમ્પલિંગ કાર્યવાહી કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા ઉપરોક્ત તમામ કામગીરી નાયબ કમિશનરશ્રી આશીષકુમારના આદેશ હેઠળ કરવામાં આવેલ.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!