ડભોઇ – દર્ભાવતિના ગઢ ભવાની માતાના મંદિરે ચૈત્રી આઠમ નિમિત્તે ધજા બદલાઈ

ડભોઇ – દર્ભાવતિના ગઢ ભવાની માતાના મંદિરે ચૈત્રી આઠમ નિમિત્તે ધજા બદલાઈ
Spread the love

ડભોઇ- દભૉવતી નગર એ ઐતિહાસિક નગરી છે. આ નગરીમાં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક જવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીની આઠમના દિવસે સમગ્ર નગર ના મંદિરો માં ભારે ભીડ જોવા મળી હતી. આજરોજ ચૈત્રી આઠમના દિવસે ડભોઈ હીરાભાગોળ કિલ્લામાં આવેલ ગઢભવાની માતાજીના મંદિર ખાતે નગરજનો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા વહેલી સવારના ૯.૦૦ કલાકે ગઢ ભવાની માતાજીના શિખર ઉપર આવેલી ધજા બદલવાની હોવાથી એની ધાર્મિક વિધિ શ્રદ્ધાળુઓ દ્વારા કરી ધજા બદલવામાં આવી હતી

વર્ષમાં બે જ વાર ધજા બદલવામાં આવે છે આસોની આઠમે ધજા બદલવામાં આવી હતી આજરોજ આઠમના દિવસે ધજા બદલી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાર્મિક વિધિ સાથે જાળવી નવી ધજા ચઢાવવામાં આવી હતી. આ ચૈત્રી નવરાત્રી માં પણ વાહનોની ડિલીવરી લેવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. વાહન ખરીદી માટે નો ઉત્તમ યોગ એટલે કે નવરાત્રી આજનો દિવસ છે આજનું પર્વ એટલે ભક્તિ અને પવિતતાનું મિલન કહેવાય છે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના પર્વની ડભોઇમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ : ચિરાગ (રાજુ ઘેટી)

IMG-20220409-WA0029.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!